આચાર સંહિતાને લીધે જરૂરી કામો અટકવા જોઈએ નહીં : હાઈ કોર્ટ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

આચાર સંહિતાને લીધે જરૂરી કામો અટકવા જોઈએ નહીં : હાઈ કોર્ટ

મુંબઈ, તા.11 માર્ચ 2019,સોમવાર

લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતાનો અમલ પ્રશાસનને ઠપ કરે નહીં એની તકેદારી લેવા બોમ્બે હાઈ કોર્ટેે મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય ઓથોરિટીઓને સૂચના આપી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ એન. એમ. જામદારની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું છે કેે આચાર સંહિતા દરમ્યાન તમામ જરૂરી કામો ચાલુ રહેવા જોઈએ.

અચાર સંહિતાનો અર્થ એવો નથી કે તમે તમામ કામ અટકાવી દો.તમામ જરૂરી કામ ચાલુ રહેેવા જોઈએ, એમ બેન્ચે જણાવ્યું હતું.

અન્ય બાબતો સાથેે પાલિકાને ટ્રી ઓથોરિટી પર નિષ્ણાતોની નિયુક્તિ કરવાનો નિર્દેેશ આપવાની દાદ માગતી અરજીની સુનાવણી ચાલી રહી હતી. વિકાસના પ્રકલ્પો માટે વૃક્ષો કાપવા ઓથોરિટી પાસે સત્તા છે. કોર્ટે આવી નિયુક્તિની અવસ્થા વિશે જાણકારી માગી હતી. 

પાલિકાના વકિલે જવાબ નોંધાવવા સમય માગ્યો હતો અને જણાવ્યુંહતું કે નિયુક્તિ આ સપ્તાહે પૂર્ણ થવાની હતી પણ આચાર સંહિતાની તેના પર અસર થઈ શકે છે. આથી કોર્ટે જણાવ્યું હતું કે આચાર સંહિતાને લીધે નિયુક્તિ પર અસર થવી જોઈએ નહીં.

મોટ્રોના કામ માટે તોડી પડાયેલા વૃક્ષોને અન્યત્ર વાવવા અને પ્રત્યારોપિત કરવામાં કેટલી સફળતા મળી છે એની પણ જાણકારી પાલિકા અને એમએમઆરડીએ પાસે માગી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CeUHa6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages