વડોદરા,શનિવાર
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓના વહીવટને પારદર્શી બનાવવા માટે ઘણા સુધારા વધારા કર્યા છે.આ પૈકીના ઘણા સુધારા ૧ એપ્રિલથી લાગુ થવાના છે.આ અંગેની ચર્ચા વિચારણા માટે ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટર દ્વારા એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં થયેલી ચર્ચા પ્રમાણે હવે લિસ્ટિંગ ઓબ્લિગેશન ડિસ્ક્લોઝર રીક્વાયરમેન્ટ રેગ્યુલેશનના કાયદામાં એક મહત્વનો ફેરફાર કરાયો છે.હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓ હવે નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ૭૫ વર્ષથી વધારે વયના વ્યક્તિની નિમણૂંક નહી કરી શકે.હાલમાં પણ કંપનીમાં જો કોઈ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની વય ૭૫ વર્ષથી વધારે હોય તો તેની મુદત પુરી કરી શકે તે માટે અભિપ્રાય લેવો પડશે.ઉપરાંત જે મોટી કંપનીઓ છે તે કંપનીઓએ હવે ે રિસ્ક મેનેજમેન્ટ કમિટી પણ બનાવવી પડશે.
દરમિયાન આ સેમિનારમાં હાજર રહેલા આઈસીએસઆઈના ભારતના હેડ અશોકકુમાર દિક્ષિતે એક વાતચીતમાં કહ્યું હતું કે, કંપનીઓના વહિવટીને પારદર્શી બનાવવા માટે હવે કંપની સેક્રેટરીને વધારે સત્તા આપવામાં આવી છે.
તેમણે કહ્યુ હતું કે, હાલમાં દેશમાં ૫૮૦૦૦ સીએસ છે.જે રીતે ભારતનુ અર્થતંત્ર વિકસી રહ્યુ છે તે જોતા સીએસની ડિમાન્ડમાં વધારો થવાનો છે.ભારતના સીએસ પરદેશમાં પ્રેક્ટિસ કરી શકે તે માટે વિવિધ દેશોના કંપની સેક્રેટરીઝના સંગઠન સાથે પણ એમઓયુ કરવામાં આવે છે.તાજેતરમાં તેના ભાગરુપે મલેશિયાના કંપની સેક્રેટરીઝ એસોસિએશન સાથે એમઓયુ કરાયુ છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3Ac7j
No comments:
Post a Comment