જ્યોર્જિયાના વિઝા કૌભાંડમાં પંજાબનો ઠગ રિમાન્ડ પર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

જ્યોર્જિયાના વિઝા કૌભાંડમાં પંજાબનો ઠગ રિમાન્ડ પર

વડોદરા,તા,30,માર્ચ,2019,શનિવાર

જ્યોર્જિયા મોકલવાના બહાને રૃપિયા પડાવતા પંજાબના ઠગને પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરમાં યુનિક સોલ્યુશનના નામે ટ્રવેલીંગનો ધંધો કરતા બિપીનભાઇ મૌર્ય અને તેમના પત્નીએ છ ગ્રાહકોના  વિઝા માટે પંજાબના પરમીંદરસિંગ ભોલાસીંગ (રહે.પંજાબ)એ ૮.૭૨ લાખ રૃપિયા પડાવી લીધા હતા. ડીસીબી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, આરોપીએ જે એકાઉન્ટમાં રૃપિયા જમા કરાવ્યા છે કે  એકાઉન્ટની વિગતો મેળવવાની છે. 

આ  એકાઉન્ટ કોના નામ પર છે. કોણ ઓપરેટ કરે છે? તેની તપાસ કરવાની છે. આરોપી દ્વારા મોકલવામાં આવેલા ઈ-ટિકિટ તથા ઈ- વિઝા અંગે તેમજ સહ આરોપીઓની પણ તપાસ કરવાની છે.

ચજગ




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGS7tl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages