
રાજકોટ, તા. 10 માર્ચ 2019, રવિવાર
રાજકોટમાં સ્વાઇનફ્લૂની બિમારી દિન - પ્રતિદિન વધતી રહી છે આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બરડા ગામના ૫૫ વર્ષના પ્રૌઢનું મૃત્યુ સ્વાઇનફલૂના કારણે નિપજતા કુલ મૃત્યુ આંક ૮૧ને આંબી ગયો હતો. આજે દિવસ દરમિયાન વધુ ૬ સ્વાઇનફલુનો પોઝીટીવ કેસ નોંધાયા હતા.
અહીંના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, કોડીનાર તાલુકાના બરડા ગામના ચામુંડા મંદિર નજીક રહેતા ૫૫ વર્ષના પ્રૌઢને સ્વાઇન ફલૂની સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
વધુમાં આજે જામનગર રોડ ઉપર આવેલા અય્યપા મંદિર નજીક પરસાણાનગરમાં રહેતા ૫૯ વર્ષમાં પ્રૌઢ, કલ્યાણપુર નજીક ભોગાતના વાડી વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષના પ્રૌઢ અને જૂનાગઢના કાથરોત્રા ગામે રહેતા ૫૦ વર્ષના દર્દીને તથા સાયલા તાલુકાના ભાડુક ગામના ૩૦ વર્ષના મહિલા દર્દી અને જામજોધપુર તાલુકાના અમરાપુર ગામનાં ૪૫ વર્ષમાં મહિલા દર્દીનો સ્વાઇનફ્લૂ પોઝીટીવનો રીપોર્ટ જાહેર થયો હતો. સ્વાઇનફલૂને કારણે તા. ૧ જાન્યુઆરી પછી મૃત્યુ પામનારાની સંખ્યા ૮૧ ને આંબી ગઇ હતી જયારે પોઝીટીવ કેસની સંખ્યાનો આંક ૩૪૦ને આંબી ગયો હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ERugaK
No comments:
Post a Comment