(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.24 માર્ચ 2019,રવિવાર
અજય દેવગણે મહારાષ્ટ્રના લડવૈયા 'તાનાજી' પર આધારિત ફિલ્મ સાઇન કરી છે. હવે તેણે વધુ એક બાયોપિકમાં કામ કરવાનો નિર્ણય લીધો છે.
અજય દેવગણની આગામી બાયોપિક ફૂટબોલ પ્લેયર પર આધારિત છે. અજય ફૂટબોલ પ્લેયર સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવશે. આ માટે તે કોચ પાસે ફૂટબોલની તાલીમ લઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે ૧૯૫૨ થી ૧૯૬૨નો સમય દાખવવામાં આવશે. જોકે તે આ ફિલ્મમાં ફૂટબોલ રમતવીર તરીકે નહીં પરંતુ ફૂટબોલના કોચ તરીકેનું પાત્ર ભજવશે.
૧૯૫૬ અને ૧૯૬૨માં ફૂટબોલ કોચ સૈયદના નેતૃત્વમાં ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તેમજ ઓલમ્પિક્સમાં સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું.
બોલીવૂડના માંધાતાઓ ભારતના ભૂલાઇ ગયેલી વિશિષ્ટ વ્યક્તિત્વ પર બાયોપિક બનાવી એક રીતે સન્માન આપી રહ્યા છે. નવાઇની વાત એ છે કે,અમિતાભ બચ્ચન પણ આગામી ફિલ્મ 'ઝુંડ'માં ફૂટબોલના કોચનું પાત્ર ભજવવાના છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Onejxq
No comments:
Post a Comment