આલિયા ભટ્ટ હવે બોલિવૂડની 'લિડિંગ બ્રાન્ડ' બની ગઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

આલિયા ભટ્ટ હવે બોલિવૂડની 'લિડિંગ બ્રાન્ડ' બની ગઇ

(પ્રતિનિધિ દ્વારા)   મુંબઇ,તા.24 માર્ચ 2019,રવિવાર

આલિયા ભટ્ટ પોતાની અભિનય ક્ષમતા અને માસુમિયતને કારણ ેબોલીવૂડના માંધાતાઓ અને દર્શકોમાં માનીતી થઇ ગઇ છે. તે એક પછી એક સારા બેનરની ફિલ્મો સાઇન કરી રહી છે, અને તેની ફિલ્મો હિટ પણ થઇ રહી છે. આલિયાનું કદ વિજ્ઞાાપનજગતમાં પણ વધી ગયું છે. 

૨૬ વર્ષીય આલિયા બોલીવૂડમાં હરણફાળ ભરી રહી છે. '' સલમાન ખાન સાથેની 'ઇન્શાઅલ્લાહ'  હાલ તેણે સાઇન કરી છે. તેની પાસે લાઇનબંધ ફિલ્મો આવી રહી છે. તેની પાસે ટોચના દિગ્દર્શકો-નિર્માતાઓ ફિલ્મની ઓફર લઇને સંપર્ક કરી રહ્યા છે. તેમજ  સારી સ્ક્રિપ્ટો તેને મળી રહી છે.

અભિનેત્રીઓને  બાજુ પર રાખીએ તો, અક્ષય અને અજય દેવગણને પણ આ રીતે ફિલ્મો નથી મળી રહી. તેની 'કલંક અને બ્રહ્માસ્ત્ર' રીલિઝ આ વરસે રીલિઝ થવાની છે. આ બાદ તે 'આરઆર', કરણ જોહરની 'તખ્ત' મહેશ ભટ્ટની 'સડક ટુ'નું શૂટિંગ કરશે. આ બાદ તેની પાસે નીરજની અરુણિમા સિંહાની બાયોપિક છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. 

બોલીવૂડના એક માંધાતાના જણાવ્યા પ્રમાણે હાલ બોલીવૂડમાં આલિયાનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. સલમાન અને શાહરૃખને પણ આલિયા જેટલું મહત્વ નથી અપાઇ રહ્યું. આ બાબતે  તેણે દીપિકા પદુકોણને પાછળ છોડી દીધી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WgerRW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages