(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.24 માર્ચ 2019,રવિવાર
અક્ષય કુમારની હાલની રીલિઝ થયેલી ફિલ્મ 'કેસરી' બોક્સ ઓફિસ પર સફળ થઇ રહી છે. અક્ષયે તરત જ 'કેસરી'ના દિગ્દર્શક સાથે એક વધુ ફિલ્મ સાઇન કરી છે. અક્ષયે દિગ્દર્શક અનુરાગ સિંહ સાથે એક વધુ ફિલ્મ સાઇન કરી છે. તેની આ ફિલમ જીવનની વાસ્તવિક ઘટના પર આધારિત હશે. જોકે હાલ આ ફિલ્મ વિશે વધુ જાણવા મળ્યું નથી. અનુરાગની આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૦માં થાય તેવી શક્યતા છે.
અક્ષયની 'કેસરી'એ એક જ દિવસમાં રૃપિયા ૨૨ કરોડથી પણ વધુ કમાણી કરી છે. તેની આ ફિલ્મમાં દેશભક્તિ જોવા મળી રહી છે. જેને જોવા દર્શકોના ટોળા ઊમટી રહ્યા છે તેમ ટ્રેડ નિષ્ણાંતે જણાવ્યું હતું.
અક્ષયની ફિલમો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. તેણે હાલએક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આજની પેઢીએ આપણા શહીદો વિશે જાણવાની જરૃર છે, અને એ જ હેતુથી હું આવી ફિલ્મો પસંદ કરી રહ્યો છે.
અક્ષય રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' પણ કરવાનો છે. જે એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવવાનો છે. અક્ષયે ઘણી વાર સામાજિક સંદેશો આપતી ફિલ્મોમાં કામ કરવાનું પણ પસંદ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fxmq7Z
No comments:
Post a Comment