બજેટ અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

બજેટ અંગે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ


ભાવનગર, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર

ભાવનગર મહાનગરપાલિકાના બજેટ અંગે પ્રાથમીક ચર્ચા કરવા માટે છેલ્લા ત્રણ દિવસથી બેઠકનો ધમધમાટ શરૃ હતો. આજે ગુરૂવારે પણ કેટલાક વિભાગના અધિકારી સાથે પ્રાથમીક ચર્ચા કરવામાં આવી હતી. આજે ત્રીજા દિવસે બજેટ અંગે પ્રાથમીક ચર્ચા માટેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે ફેરફાર સાથેનુ મહાપાલિકાનુ બજેટ તૈયાર કરવા કસરત શરૂ થશે.

મહાપાલિકાની બજેટ બેઠકનુ તા. 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં આજે ગુરૃવારે અંતિમ દિવસે ઘરવેરા વિભાગના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. ત્યારબાદ શીક્ષણના બજેટ અંગે શાસનાધિકારી સાથે સમીક્ષા કરવામાં આવી હતી. શીક્ષણના બજેટમાં કેટલાક સુધારા-વધારા કરવામાં આવ્યા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. મહાપાલિકાના બજેટની પ્રાથમીક ચર્ચા સતત ત્રણ દિવસ ચાલી હતી અને આજે બેઠક પૂર્ણ થઈ હતી.

હવે આગામી ત્રણ-ચાર દિવસ સુધી ફેરફાર સાથેનુ મહાપાલિકાનુ બજેટ તૈયાર કરવામાં આવશે તેથી અધિકારી-કર્મચારીઓને મહેનત વધશે તેમ ચર્ચાય રહ્યુ છે. આ ફેરફાર થયા બાદ સ્ટેન્ડીંગ કમિટિની બેઠક નક્કી કરવામાં આવશે અને સ્ટેન્ડીંગની બેઠકમાં બજેટ રજુ કરવામાં આવશે. સ્ટેન્ડીંગની બેઠકમાં બજેટ મંજુર થશે ત્યારબાદ મહાપાલિકાની સાધારણ સભામાં બજેટ રજુ કરવામાં આવશે. સાધારણ સભામાં શાસક-વિપક્ષ બજેટ અંગે ચર્ચા કરશે અને ત્યારબાદ બજેટને બહાલી આપવામાં આવશે તેમ જાણવા મળેલ છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VrBqJn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages