કોંગ્રેસની બેઠક દરમિયાન ખેસ ઉતારવાનું કહેતા વિવાદ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

કોંગ્રેસની બેઠક દરમિયાન ખેસ ઉતારવાનું કહેતા વિવાદ

મહેસાણા, તા. 27 માર્ચે 2019, બુધવાર

મહેસાણા શહેર કોંગ્રેસ તથા તાલુકાની બેઠક ચાલુ હતી ત્યારે અચાનક ચૂંટણી અધિકારી ધસી આવ્યા હતા અને ખેસ ઉતારવાનું કહેતા વિવાદ થયો હતો. ખુદ મામલતદારે આ બેઠક માટે મંજુરી આપી છતાં ચૂંટણી અધિકારી આવી પહોંચતા કોંગી પ્રમુખ સાથે જીભાજોડી થઈ હતી.

શહેર કોંગી પ્રમુખ ભૌતિક ભટ્ટે જણાવ્યું કે મામલતદાર પાસે લેખિતમાં મંજુરી માંગી હતી. તેમણે મંજુરી પણ આપી હતી. ચૂંટણી અધિકારી મહેન્દ્ર પટેલે ખેસ ઉતારવાનું કહ્યું હતું. ચાર દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રી આવ્યા   હતા ત્યારે શહેર આખામાં ભાજપના કેસ લાગ્યા હતા. તો શા માટે ચૂંટણી અધિકારી ત્યાં ગયા ન હતા. હવે જ્યારે ્ અમે બંધ બારણે બેઠક યોજી છે ત્યારે અમારી સાથે તંત્ર શા માટે આવું વર્તન કરી રહી છે. આ અંગે કલેક્ટરને ફરિયાદ કરવામાં આવનાર છે.

ખેસ ઉતારવાનું કહ્યું નથી  કોંગ્રેસ પ્રમુખ ખોટું બોલી રહ્યા છે

આ મામલે મહેસાણા આચારસંહિતા અધિકારીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યકરોની બેઠક ગોવિંદ મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી. જોકે તેમાં ખેસ ઉતારવાનું કહ્યું નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ ખોટું બોલી રહ્યા છે. આવો વિવાદ થયો નથી.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yt6wCZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages