મહેસાણા તા.27 માર્ચ 2019, બુધવાર
કડીના મેડા આદરજ ગામમાં છપ્પનીયા તરીકે ઓળખાતા ખેતરમાં એક ઈસમે છેલ્લા ત્રણ વરસથી ગાય ભેસોનો તબેલો બનાવેલ છે. જેમાં ૪૦ થી ૫૦ ગાય-ભેસોનુ પાલન પોષણ થઇ રહ્યું છે. તબેલા માલિકે ૬ બોરી ખાણ-પાપડી પશુઓ માટે લાગ્યા હતા. જે ખવડાવ્વાથી સપ્તાહ દરમીયાન સાત જેટલા પશુઓના શંકાસ્પદ મોત નિપજતાં આ મામલે બાવલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુંજબ કડીના મેડા આદરજ ગામમાં મલેક જાવેદભાઈ અમુભાઈ છેલ્લા ત્રણ વરસથી ગામના છપ્પનીયા તરીકે ઓળખાતા ખેતરમાં પશુઓનો તબેલો બનાવી પોતાનું જીવન-નિર્વાહ ચલાવી રહ્યા છે. આ તબેલામાં ૪૦ થી ૫૦ ગાય-ભેસો રાખી છે. તેમની સારૃખાણ માટે ૧૦ દિવસ અગાઉ છત્રાલ કડી રોડ પર આવેલ ખાણગી દુકાનમાંથી ૬ બોરી ખાણ પાપડી લાવ્યા હતા. અને ખાણ પાપડી ખવડાવતાંજ ગાય-ભેસો ટપોટપ એક પછી એક બીમાર પડવા લાગી હતી પરંતું માલિકને આ બીમારી શાના કારણે થઇ છે તેની ખબર ન પડી બે દિવસ અગાઉ એક ગાય નું મોત થયું હતું.
તેમજ મંગળવારન ોરોજ ભેંસો દોહવા જતાં એક ગાય અને ભેંસનું મરણ થઇ જતાં તેમણે આ મામલે પશુ ડોકટરને જાણ કરી અંતે ગાય-ભેંસોના મરણ મામલે બાવલું પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સપ્તાહ દરમીયાન સાત જેટલા પશુઓના મોત થયાં માલિક ચિંતા ના વાદળોમાં ઘેરાઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી પોસ્ટ મેટમની તજબીજ હાથધરી હતી જેયારે ખાણ-પાપડીના નમુના એક અસબમાં તપાસ અર્થે મોકલી આપ્યા
પશુઓના મોતનું રહસ્ય લેબોરેટની રીપોર્ટ બાદ ખુલશે
ગાયોના મોત મામલે જિલ્લા પંચાયત પશુ ડોકટરની ટીમ તેમજ દુધ સાગર ડેરીની સંયુકત ટીમે પશુઓના આરોગ્યની ચકાસણી કરી સારવાર હાથ ધરી છે. તેમજ ખાણ-પાપડી વગેરેના નમુનાલઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે. પશુઓના મોતનું રહસ્ય લેબોરેટરી રીપોર્ટ બાદ જ જાણી શકાય.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGwI9q
No comments:
Post a Comment