બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 27 માર્ચ 2019, બુધવાર

બોલીવૂડની અભિનેત્રી 'છમ્મા છમ્મા' અને 'રંગીલા ગર્લ' ઉર્મિલા માતોંડકરે આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસે દિલ્હી બોલાવવામાં આવી હતી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

ઉર્મિલાએ કોંગ્રેસનું સભ્યપદ સ્વીકાર્યું છે અન મુંબઇથી ઉર્મિલા મોતોંડકરને ઉત્તર મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અધિકૃત ઘોષણા એકાદ બે દિવસમાં સત્તાવાર રીતે જાહેર થાય એવી શક્યતા છે.

ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારે મુંબઇ કોંગ્રેસના નવા અધ્યક્ષ મિલિન્દ દેવરા તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાહતા.

ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસની વિચારધારાને માનું છે અને તેના ઉપર વિશ્વાસ છે. માત્ર હું ચૂંટણી છે એટલે કોંગ્રેસમાં જોડાઇ છું એવું નથી. ત્યારબાદ પણ કોંગ્રેસ સાથે જોડાયેલી રહીશ. આજે મારા માટે મહત્વનો દિવસ છે. હું આજથી સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ કરુ છું. નાનપણથી મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરું, સરદાર વલ્લભભાઇ પટેલની વિચારોથી પ્રભાવિત રહી છું, એમ ઉર્મિલા માતોંડકરે જણાવ્યું હતું.

ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાયા બાદ હવે ઉત્તર મુંબઇમાં લોકસભા મતદાર ક્ષેત્રના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને જોરદાર ટક્કર આપવા ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ તેમને ટિકિટ ફાળવશે કારણ કે ગોપાલ શેટ્ટીની સામે  કોંગ્રેસમાંથી કોઇપણ આગળ આવવા તૈયાર ન હતા.

આ અગાઉ કોંગ્રેસના મોવડી મંડળે અભિનેત્રી શિલ્પા શિંદે, અભિનેત્રી અશ્વિની જોશી, અભિનેતા કૃષ્ણા અભિષેક અને મુંબઇ કોંગ્રેસના ચાર્ટર્ડ એકાઉન્ટ સેલજા અધ્યક્ષ શેખર વૈષ્ણવ નામ પર ચોકડી મારી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OzowHi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages