ઉનાળામાં ભરબપોરે ઘર બહાર જવાનું ટાળવાની શહેરના ડૉક્ટરોની સલાહ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

ઉનાળામાં ભરબપોરે ઘર બહાર જવાનું ટાળવાની શહેરના ડૉક્ટરોની સલાહ


- બહાર જવું જરુરી હોય તો સતત પાણી પીતા રહેવું તેમજ ફળો અને ચોકલેટો સાથે રાખવી જેથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે

(પ્રતિનિધિ દ્વારા)  મુંબઈ,તા. 27 માર્ચ 2019, બુધવાર

મુંબઈ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે, ત્યારે શહેરના ડૉક્ટરોએ બપોરને સમયે જો જરુરિયાત ન હોય તો શહેરીજનોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ઉનાળામાં ડિહાઈડ્રેશન અને હાર્ટસ્ટ્રોકના કિસ્સા વધી જતાં હોવાથી તમામ નાગરિકોએ પહેલેથી જ ઉપાયાત્મક પગલાંઓ લઈ સ્વાસ્થ્ય જાળવી રાખવું જોઈએ. 

જોકે હજી તો ઉનાળો બેસી રહ્યો છે ત્યારે જ આટલી ગરમી થઈ રહી છે અને સનસ્ટ્રોક તેમજ ડિહાઈડ્રેશનના કિસ્સા બનવા શરુ થઈ ગયા છે તો એપ્રિલ, મે મહિનામાં ગરમીને કારણે શી દશા થશે તે પણ વિચારવા જેવી બાબત છે. પરંતુ આવી પરિસ્થિતીમાં ડિહાઈડ્રેશનનો ભોગ ન બની જવાય તે માટે સતત થોડાં થોડાં સમયે સાદું પાણી પીતાં રહેવું જરુરી છે. જેથી શરીરને ખૂબ ગરમી ન લાગે તેમજ હિટ સ્ટ્રોક કે જેને સામાન્યપણે સન સ્ટ્રોક પણ કહેવાય છે તેનાથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરની બહાર પણ નીકળવું જોઈએ નહીં. 

તાપથી બચવા માટે શહેરીજનોએ ઉનાળાના સમયમાં વજનમાં હળવા તેમજ આછા રંગના કપડાં પહેરવાં જોઈએ. અને જો બહાર જવાનું થાય તો સનસ્ક્રીન લગાડીને જવું જોઈએ. કોટનના કપડાં પહેરવાથી પરસેવો થતો નથી. તે સાથેજ હાથ અને મોઢું સ્કાફ તેમજ ગ્લોવ્ઝથી ઢાંકવું તેમજ માથા પર બને તો ખાસ ટોપીનો ઉપયોગ કરવો. જો ચક્કર આવવાની કે ઉલટીની સમસ્યા જણાતી હોય તો વ્યક્તિએ ફળ તેમજ ચોકલેટ રાખવી ખાસ જરુરી છે. તેમજ શક્ય હોય તો રસીલા ફળોનું પણ સેવન કરવું જેથી શરીરમાં પાણીની માત્રા યોગ્ય પ્રમાણમાં બની રહે. 

જો ઉનાળાના સમયમાં યોગ્ય પ્રકારે શરીરની તકેદારી લેવાય તો આરોગ્ય સંબંધી તકલીફમાંથી સહજપણે બચી શકાય છે. તેમજ ખાસ કરીને ડિહાઈડ્રેશનનો ભોગ બનતાં અટકી શકાય છે. આથી વારંવાર લોકોને વિનંતી પણ કરાય છે કે ઉનાળાના સમયમાં પાણીની બોટલ ખાસ સાથે રાખવી. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FG4kk0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages