મહારાષ્ટ્રમાં સોલાપુરના એક ઉમેદવારની સંપત્તિ ફક્ત નવ રૂપિયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 29 March 2019

મહારાષ્ટ્રમાં સોલાપુરના એક ઉમેદવારની સંપત્તિ ફક્ત નવ રૂપિયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 27 માર્ચ 2019, બુધવાર

લોકસમભા ચૂંટણી માટે પ્રત્યેક પક્ષના ઉમેદવાર પોતાની ઉમેદવારી અરજી દાખલ કરતાં હોય છે. ઉમેદવારી અરજી દાખલ કરતી વખતે તે પોતાની સંપત્તિનું પ્રતિજ્ઞાાપત્ર દાખલ કરતાં હોય છે. જેમાં તે ઉમેદવારની સંપત્તિની માહિતી સમજાય છે. સોલાપુરમાં અરજી દાખલ કરવા આવેલાં એક ઉમેદવારની સંપત્તિ ફક્ત નવ રૂપિયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઉમેદવારનું નામ વ્યંકટેશ્વર મહાસ્વામી છે.

વ્યંકટેશ્વર મહાસ્વામીએ મંગળવારે સોલાપુર મતદાર સંઘમાં ઉમેદવારી અરજી દાખલ કરી હતી. અરજી સાથે આપેલી સંપત્તિનું પ્રતિજ્ઞાાપત્ર તેમણે ફક્ત નવ રૂપિયા હોવાનો ઉેલ્લેખ કર્યો હતો. તે વખતે તેમણે ૪૫ હજાર રૂપિયાનું દેવુ હોવાનું જણાવ્યું હતું. વ્યંકટેશ્વર મહાસ્વામીના નામ પર કોઈ પણ પ્રકારની જંગમ અથવા તો સ્થાવર માલમતા નથી. તેમ ન તેના પર કોઈ અવલંબિત નથી એવુ પ્રતિજ્ઞાાપત્રમાં જણાવ્યું છે.

આ સીટ પર કોંગ્રેસ તરફતી સુશીલકુમાર શિંદે ઉતર્યા છે. તેમની સાથે વ્યંકટેશન મહાસ્વામી હિન્દુસ્તાન જનતા પાર્ટી તરફથી ઉમેદવારી દાખલ કરી છે. વ્યંકટેશ્વર મહાસ્વામી ઉર્પ દીપક ગંગારામ કટકઘોંડ તેમનું નામ છે.

કર્ણાટકના નાગાઠાણ વિધાનસભા મતદારસંઘના મતદાર યાદીમાંત ેમનું નામ છે. ૩૧ વર્ષના વ્યંકટેશ્વર મહાસ્વામીએ ઘારવાડ વિદ્યાપીઠથી બીકોમ કર્યું છે. ફક્ત નવ રૂપિયા હાથમાં અને ૪૫ હજાર રૂપિયાની લોન લીધી હોવાથી મહાસ્વામી રાજકરણમાં કેટલું ટકીને રહે છે એ બાબતે ઉત્સુકતા થઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FG4t72

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages