મહેસાણા, પાલનપુર, તા. 27 માર્ચ 2019, બુધવાર
૧૦ માર્ચના રોજ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે દિવસથી જ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. દરમિયાન મંગળવારે લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૃ થયો છે. આજથી આગામી ૪ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે.
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી જાહેર થતા જ બનાસકાંઠામાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ હતી સાથે ચૂંટણી જીતવા રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. સાથે વહીવટી તંત્ર દ્વારા પણ લોકસભાની ચૂંટણીને લોકશાહી ઢબે અને તટસ્થ રીતે યોજવાની તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં આજે તા. ૨૮ માર્ચથી ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવસે. જેમાં ઉમેદવારો તા. ૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ચાલુ દિવસે પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. ઉમેદવારી પત્ર ભરતી વખતે ઉમેદવાર પોતાની સાથે પાંચ ટેકેદાર સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરી શકશે. વધુ વ્યક્તિઓને કચેરીમાં પ્રવેશ અપાશે નહિ.
જે ઉમેદવારી પત્ર ભરવા આવનાર ઉમેદવાર ચૂંટણી અધિકારીની કચેરીથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ત્રણથી વધુ વાહનો સાથે પ્રવેશ કરી શકશે નહિ. જે ઉમેદવાર જાહેરનામાનો ભંગ કરશે તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તા. ૫ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. તા. ૮ એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે અને તા. ૨૩-૪-૧૯ના રોજ મતદાન યોજાશે જે મતદાનની ગણતરી તા. ૨૩-૫-૧૯ના રોજ યોજાશે. જે બાદ પરિણામ જાહેર કરાશે.
આમ લોકસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વહિવટી તંત્ર સક્રિય બન્યુ ંછે. જ્યારે કોંગ્રેસ અને ભાજપ સહિતના રાજકિય પક્ષોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા માટેનો ધમધમાટ શરૃ થયો છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FHPidL
No comments:
Post a Comment