
ગાંધીનગર, તા. 10 માર્ચ 2019, રવિવાર
રાજ્યના મંત્રીમંડળમાં નવ નિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવી દેવામાં આવ્યા છે. શપથ લીધેલા ત્રણેય મંત્રીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિભાગો ફાળવ્યા છે. જેમાં જવાહર ભાઈ પેથલજી ચાવડા ને પ્રવાસન અને મતસ્યોદ્યોગ વિભાગ નો હવાલો અપાયો છે જ્યારે યોગેશ ભાઈ એન પટેલ ને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષા ની જવાબદારી સોંપાઈ છે.
ધર્મેન્દ્ર સિંહ જાડેજા ને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુટિર ઉદ્યોગ રાજ્યકક્ષા વિભાગ સોંપવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર ને પ્રવાસન પ્રભાગનો રાજ્યકક્ષાનો વધારાનો હવાલો તેમના હાલના વિભાગો ઉપરાંત સોંપવામાં આવ્યો છે. જવાહર ચાવડા ને પ્રવાસન અને મત્સ્ય હકુભા ને અન્ન અને નાગરિક પુરવઠા યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HqOzyD
No comments:
Post a Comment