- આગામી સીઝનમાં સિંચાઈ પાણીની વ્યવસ્થા ન થાય તો ખેડૂતોની મહેનત પાણીમાં જાય તેવી દહેશત
નડિયાદ,તા. 7 માર્ચ 2019, ગુરુવાર
કપડવંજ તાલુકાના ઉત્તર અને પૂર્વ બાજુના ગામોમાં સિંચાઇના પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ વિસ્તારોમાં સિંચાઇના પાણીની કોઇ વ્યવસ્થાન હોવાને કારણે આગામી ઉનાળામાં પાક નષ્ટ થવાની ભીંતી ખેડૂતોને સતાવી રહી છે. આ અંગે તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રીએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.
કપડવંજના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા ગામો બાલાસિનોર વિધાનસભા અને પંચમહાલ લોકસભા વિસ્તારમાં તબદીલ છે. આ ઉત્તર અને પૂર્વમાં આવેલ વિસ્તારમાં સિંચાઇના પાણીની કોઇ સુવિધા કે વ્યવસ્થા નથી. જેને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે એમ છે. આવનાર ઉનાળામાં પાક નષ્ટ ન થાય તેની દહેશત ખેડૂતોમાં પ્રસરી છે. જો કે તાજેતરમાં ઉત્તર-પૂર્વ ગામોના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનો ભેગા થયા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારની સિંચાઇ વ્યવસ્થા અંગે કોઇ યોગ્ય નક્કર કામગીરી સરકરા દ્વારા કરવામાં આવે.
અને જો આ નહીં થાય તો અમે આ વિસ્તારના મતદારો મતદાનનો બહિષ્કાર કરશે. આ માટે તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી નારાયણભાઇ પટેલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને રજૂઆત કરી છે.
અને તેમાં જણાવ્યંું છે કે કપડવંજ તાલુકાના પૂર્વ વિસ્તારના ગામો અને બાલાસિનોરના કેટલાક ગામોના તળાવો સાવલી તળાવમાંથી પાણી ભરી આપવામાં આવે તથા સૈડક નદીનું જોડાણ કરી સુજલામ સુફલામ યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VKCAzX
No comments:
Post a Comment