અઠવાડિક ભવિષ્ય - પદ્મનાભ ક. શર્મા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

અઠવાડિક ભવિષ્ય - પદ્મનાભ ક. શર્મા


મેષ (અ.લ.ઈ.)

તા. ૧૩ માર્ચ બુધવારની રાત્રિથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે. તા. ૧૪મીની રાત્રિથી મીનારક શરૂ થાય છે તેથી નોકરી-ધંધાના કામમાં, સંતાનના અભ્યાસમાં આપે ધ્યાન રાખવું પડે. રસકસના વેપાર-ધંધામાં, શેરોની લે-વેચમાં, બેંકના કામમાં જાગૃતિ-સાવધાની રાખવી. જવાબદારીવાળા કામની વ્યસ્તતામાં વધારો થાય. 

હરિફવર્ગના કારણે ચિંતા-વ્યગ્રતા અનુભવાય. તા. ૧૦ માર્ચ રવિ વિનાયક ચોથે સંતાનનું કામ શાંતિથી કરવું. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં ગુસ્સો કરવો નહીં. ૧૨ મંગળ બપોર પછી આપ હળવાશ અનુભવતા જાવ. ૧૩ બુધ જૈન અઠ્ઠાઇ પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા. ૧૪ ગુરૂ હોળાષ્ટક-મીનારકથી વેપાર ધંધામાં ચિંતા. ૧૫ શુક્ર બજારોની વધઘટમાં વેપારમાં સંભાળવું પડે. ૧૬ શનિ બહાર જવાનું થાય, વાહન ધીમે ચલાવવું.

વૃષભ (બ.વ.ઉ.)
હિસાબી મહિનામાં નોકરી-ધંધાના કામની ચિંતા-ખર્ચ-દોડધામ રહે. ધંધો મેળવવા, ઉઘરાણી નેળવવા, આવક પ્રાપ્ત કરવાની મહેનત સાર્થક થાય પરંતુ ખાવાપીવામાં, આરામ કરવામાં, પૂરતી ઊંઘ મેળવવામાં તકલીફ પડે. વધુ પડતો શારીરિક - માનસિક શ્રમ-થાક અનુભવો. શનિની પનોતીની પ્રતિકૂળતા ધ્યાનમાં રાખીને ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. 

તા. ૧૦ માર્ચ રવિ ચિંતા-ખર્ચ-દોડધામ. ૧૧ સોમ નોકરી-ધંધાનાં કામમાં મુશ્કેલી-ચિંતા રહે. ૧૨ મંગળ પછી રૂકાવટવાળા કામ ઉકેલાય. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે ઝડપથી કામ કરવા પડે ૧૪ગુરૂ મીનારક પ્રારંભ નોકરી-ધંધાના કામમાં મુશ્કેલી. ૧૫ શુક્ર બેંકના કામમાં, નાણાંની લેવડદેવડમાં સંભાળવું પડે. ૧૬ શનિ કોટુંબીક-પારિવારિક-સાંસારીક પ્રશ્ને ચિંતા રહે.

મિથુન (ક.છ.ઘ.)
હોળાષ્ટક-મીનારકમાં નોકરી-ધંધાના કામ સ્થગિતતાવાળા રહે. નાણાંકીય ખેંચ-ચિંતા-મુંઝવણમાં સમયસર તમારું આયોજન ઉકેલી શકો નહીં. યાત્રા પ્રવાસમાં, પરદેશના પાસપોર્ટ-વીઝાના કામમાં રૂકાવટ થાય. પત્ની સાથેના વિવાદ, છૂટાછેડાની કાર્યવાહી, બિમારી કે વિવાહ-લગ્ન, પ્રેમ-મિત્રતા-લાગણીના સંબંધમાં શાંતિ-રાહત જણાય નહીં. 

પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે. તા. ૧૦ માર્ચ રવિ વિનાયક ચોથે ગણેશપૂજાથી શાંતિ-રાહત. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપવું પડે. ૧૨ મંગળ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ વ્યગ્રતા. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે ઉતાવળે કામ કરવામાં મુશ્કેલી સર્જાય. ૧૪ ગુરૂ મીનારકના પ્રારંભે શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ શુક્ર વિચારોની સ્થિરતા-એકાગ્રતા જણાય નહીં. ૧૬ શનિ સાંસારિક-પારિવારિક પ્રશ્નમાં ચિંતા રહે.

કર્ક (ડ.હ.)
બારમા રાહુની પ્રતિકૂળતા હોળાષ્ટક દરમ્યાન અનુભવાય. ચિંતા-ખર્ચ-નાણાંભીડ-દોડધામ રહે. શારીરિક-માનસિક સ્થિરતા-એકાગ્રતા જળવાય નહીં. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. નિકટના સગા-સંબંધી-મિત્રવર્ગમાં બિમારી, વિવાદ, મનદુઃખ-ચિંતાનું ચક્કર આવી જાય. આપે આંખ-કમર-પગમાં દર્દપીડાથી તકલીફ અનુભવવી પડે. 

નોકરી-ધંધાના કામ હોળાષ્ટકમાં ચિંતાવાળા રહે. તા. ૧૦ માર્ચ રવિ પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૧ સોમ નોકરી-ધંધાના કામ ઉકેલવા પડે. ૧૨ મંગળ બપોર સુધી ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવવી. ૧૩ બુધ સાંજ સુધી નોકરી-ધંધાની કામગીરીમાં આરોગ્ય સંભાળવું. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. ૧૪ ગુરૂ મીનારક પ્રારંભે શાંતિથી દિવસ પસાર કરી લો. ૧૫ શુક્ર નુકસાન-વિવાદ થાય તેવા કામ કરવા નહીં. ૧૬ શનિ ચિંતા-વિચારોમાં કંઇ ગમે નહીં.

સિંહ (મ.ટ.)
હોળાષ્ટક-મીનારક પ્રારંભ પહેલા નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. પરંતુ માનસિક શાંતિ-રાહત, હળવાશ જણાય નહીં. તા. ૧૪મીની ગુરૂવારની રાત્રિથી મીનારકનો પ્રારંભ થાય છે તેથી ત્રીસ દિવસ આપે સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. આરોગ્યની કાળજી રાખવી. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. નોકરી-ધંધાના કામ સમયસર પોતાની ગણત્રી-ધારણા પ્રમાણે થાય નહીં. રસકસના વેપાર-ધંધામાં, શેરોની લે-વેચમાં લોભ-લાલચે જોખમો કરવા નહીં. 

તા. ૧૦ માર્ચ રવિ વિનાયક ચોથે કામકાજમાં સફળતા. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ૧૨ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાતા રાહત રહે. ૧૩ બુધ હોળાષ્ટકના પ્રારંભે ઝડપથી કામ કરવામાં તકલીફ થાય. ૧૪ ગુરૂ મીનારક પ્રારંભે શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૧૫ શુક્ર નુકસાન-વિવાદ-ચિંતા-ખર્ચથી સંભાળવું પડે. ૧૬ શનિ પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે.

કન્યા (પ.ઠ.ણ.)
હરો-ફરો-દોડધામ કરો પરંતુ કામકાજ વગર, આવક વગર માનસિક વ્યગ્રતા અનુભવ્યા કરો. અન્યના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. વડીલવર્ગના આરોગ્ય અંગે, પુત્રપૌત્રાદિકના કામ અંગે ચિંતા રહ્યા કરે. બેંકના કામમાં ધ્યાન રાખવું પડે. સબંધ-વ્યવહારમાં ગેરસમજ-મનદુઃખ થાય. 

નોકરચાકર, સ્ટાફના માણસની ગેરહાજરીથી તમને મુશ્કેલી પડે. તા. ૧૦ માર્ચ રવિ અશાંતિ-ઉદ્વેગ રહે. ૧૧ સોમ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. ૧૨ મંગળ બપોર પછી હળવાશ-રાહત થતી જણાય. ૧૩ બુધ કામકાજમાં વ્યસ્તતા રહે. ધંધો-આવક થાય. ૧૪ ગુરૂ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૫ શુક્ર નોકરી-ધંધાના કામમાં સાવધાની-જાગૃતિ રાખવી પડે. ૧૬ શનિ હૃદય-મનને શાંતિ જણાય નહીં.

તુલા (ર.ત.)
હોળાષ્ટક-મીનારકના પ્રારંભે પુત્રપૌત્રાદિકના કામમાં ચિંતા રહે. સંતાનના અભ્યાસમાં, આરોગ્યની બાબતમાં આપે ધ્યાન રાખવું પડે. ધંધામાં, નોકરીમાં કામની વ્યસ્તતા રહે. કમિશન-દલાલી-એજન્સીનું કામ મળે, આવક થાય. સીઝનલ નોકરીની કામગીરી, આવક મેળવી શકો. સરકારી કરારી ધંધો, ટેન્ડરનો ધંધો મેળવવામાં સંબંધ-વ્યવહાર-ઓળખાણમાં ફાયદો થાય. 

તા. ૧૦ માર્ચ રવિ પત્ની-સંતાન-પરિવાર-મિત્રવર્ગનું કામ થાય. ૧૧ સોમ નોકરી-ધંધાનું કામ થઇ શકે, ફાયદો થાય. ૧૨ મંગળ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ અસ્વસ્થતા. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે આધિ-વ્યાધિ-ઉપાધિ-ચિંતા. ૧૪ ગુરૂ મીનારક પ્રારંભે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૫ શુક્ર મીલન-મુલાકાત-ચર્ચા-વિચારણા થાય. ૧૬ શનિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહાર જવાનું થાય.

વૃશ્ચિક (ન.ય.)
આઠમા રાહુના પ્રારંભથી હોળાષ્ટક-મીનારક દરમ્યાન નોકરી-ધંધાના કામ રૂકાવટવાળા રહે. સગા-સંબંધી-મિત્રવર્ગ-પુત્રપૌત્રાદિકના કારણે તમારા કામ સમયસર થાય નહીં. અન્ય પર આધરિત તમે ધંધાના કરેલ આયોજનમાં વિશ્વાસુ માણસ તમારા કામ કરવાની ના પાડે અથવા બીજે જતો રહે. 

વાતવાતમાં મતભેદ-મનદુઃખ થાય. આપે આરોગ્યની કાળજી રાખવી. તા. ૧૦ માર્ચ રવિ પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૧ સોમ નોકરી-ધંધાનું કામ થાય, ધંધો-આવક થાય. ૧૨ મંગળ કાર્યસફળતા-પ્રગતિથી આનંદ-ઉત્સાહ રહે. ૧૩ બુધ હોળાષ્ટકના પ્રારંભે આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૧૪ ગુરૂ મીનારકના પ્રારંભે ઉચાટ-ઉદ્વેગ-ચિંતા રહે. ૧૫ શુક્ર અન્ય પર આધારિત કામકાજમાં ઉપાધિ-મુશ્કેલી. ૧૬ શનિ ચિંતા-ખર્ચ-દોડધામ, વાહન શાંતિથી ચલાવવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આઠમા રાહુના બંધનની મુક્તિથી ધીમે ધીમે આપ હળવાશ-રાહત અનુભવતા જાવ. સીઝનલ-કમિશન-દલાલી-એજન્સીનું કામ મલી રહે. ધંધો-આવક થાય. કરારી ધંધો-ટેન્ડરનો ધંધો મળે પરંતુ ધંધામાં વિભાજન થવાના કારણે તમને ફાયદો-લાભ-નફો ઓછો થાય. તા. ૧૪મીથી મીનારક શરૂ થતા આપે ત્રીસ દિવસ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. 

નોકરીમાં જવાબદારીવાળા કામમાં એકાગ્રતા રાખવી. તા. ૧૦ માર્ચ રવિ પુત્રપૌત્રાદિક-પરિવારનું કામ થઇ શકે. ૧૧ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ૧૨ મંગળ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, રાહત રહે. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે કામની ચિંતા-વિલંબ. ૧૪ ગુરૂ મીનારક પ્રારંભથી ત્રીસ દિવસ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૫ શુક્ર સાંસારીક પ્રશ્નમાં ચિંતા. ૧૬ શનિ પેટ-કમરમાં-મસ્તકમાં દર્દપીડાથી બેચેની રહે.

મકર (ખ.જ.)
શનિની પનોતીની પ્રતિકૂળતામાં નાણાંકીય લેવડદેવડમાં, જામીનગીરી, કાનૂની કાર્યવાહીમાં તેમજ કૌટુંબીક ભાગીદારીવાળા ધંધામાં ચિંતા-તકલીફ-મુશ્કેલી અનુભવવી પડે. મકાન-જમીન-મીલ્કત-વાહનને લગતા કામ વિલંબમાં પડે. ઉઘરાણીના નાણાં સમયસર પ્રાપ્ત થાય નહીં. પુત્રપૌત્રાદિકના કામમાં સાનુકૂળતાથી હળવાશ રહે. 

તા. ૧૦ માર્ચ રવિ પરિવાર, સગાસંબંધી-મિત્રવર્ગથી ચિંતા-ખર્ચ-વ્યસ્તતા. ૧૧ સોમ નાણાંકીય કામમાં, બેંકના કામમાં જાગૃતિ રાખવી. ૧૨ મંગળ બપોર પછી કામ ઉકેલવામાં સાનુકૂળતા. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે રૂકાવટવાળુ કામ ઉકેલાય, ૧૪ ગુરૂ મીનારક પ્રારંભ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ શુક્ર સાંસારિક પ્રશ્નમાં, કાનૂની પ્રશ્નમાં ચિંતા. ૧૬ શનિ ખાવાપીવામાં સંભાળવું-શાંતિ રાખવી.

કુંભ (ગ.શ.સ.ષ.)
હોળાષ્ટક-મીનારક પ્રારંભે માનસિક-શારીરિક સ્વસ્થતા જાળવવી પડે. ઘર, પરિવાર કુટુંબના પ્રશ્ને, નોકરી-ધંધાના પ્રશ્ને, ભાગીદારીના ધંધાના કારણે, કાનૂની કાર્યવાહીના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. આરામદાયક પૂરતી ઊંઘ પ્રાપ્ત ન થવાના કારણે તમારા રોજીંદા કામમાં સ્વસ્થતા-સ્ફૂર્તિ-ઉત્સાહ રહે નહીં. 

તા. ૧૦ માર્ચ રવિ આકસ્મિક કોઇને મળવાનું થાય. ૧૧ સોમ નોકરી-ધંધાના કામની ચિંતા. ૧૨ મંગળ અન્યના કારણે અશાંતિ-ઉચાટ. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે આકસ્મિક ચિંતા-ઉપાધિ. ૧૪ ગુરૂ મીનારક પ્રારંભે શારીરિક-માનસિક અસ્વસ્થતા-અશાંતિ. ૧૫ શુક્ર નોકરી-ધંધાના કામમાં ઉતાવળીયો-જોખમી નિર્ણય કરવો નહીં. ૧૬ શનિ પુત્રપૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે.

મીન (દ.ચ.ઝ.થ.)
તા. ૧૪ ગુરૂવારની રાત્રે સૂર્ય તમારી રાશિમાં પરિભ્રમણ શરૂ કરતા મીનારક દરમ્યાન કામકાજની વ્યસ્તતામાં વધારો થાય. વિંલબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના સીઝનલ કામ-આવકથી આપને હળવાશ-રાહત રહે.

પરંતુ ભાગીદારીવાળા ધંધામાં મુશ્કેલી અનુભવાય. નવા કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાંકીય જોખમ કરવા નહીં. તા. ૧૦ માર્ચ રવિ કામમાં સાનુકૂળતા. ૧૧ સોમ નોકરી-ધંધાનું કામ થાય. ૧૨ મંગળ ચિંતા-રૂકાવટ રહે. ૧૩ બુધ હોળાષ્ટક પ્રારંભે સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. ૧૫ શુક્ર અશાંતિ-વ્યગ્રતા રહે. ૧૬ શનિ આકસ્મિક ચિંતા-ઉપાધિ.



from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HegPFJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages