તહલકા ફેમ તરુણ તેજપાલન પુસ્તક પરથી વેબ સિરિઝ બનશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

તહલકા ફેમ તરુણ તેજપાલન પુસ્તક પરથી વેબ સિરિઝ બનશે

મુંબઇ તા.09 માર્ચ 2019, શનિવાર

મોખરાની અભિનેત્રી ફિલ્મ સર્જક અનુષ્કા શર્મા હવે તહલકા ફેમ તરુણ તેજપાલના પુસ્તક પરથી એક વેબ સિરિઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહી હોવાની માહિતી મળી હતી.

અગાઉ અનુષ્કા પોતાના બેનર ક્લીન સ્લેટ પ્રોડક્શન્સ હેઠળ એનએચ ૧૦, ફિલ્લાૌરી અને ભૂતકથા આધારિત પરી જેવી ફિલ્મો આપી ચૂકી છે. હવે એ ડિજિટલ પ્લેટફોર્ન પર પદાર્પણ કરી રહી છે અને એ માટે તરુણ તેજપાલના પુસ્તક પરથી વેબ સિરિઝ બનાવશેે. 

તરુણની ક્રાઇમ બેઝ્ડ નવલકથા ધ સ્ટોરી ઑફ માય એસેસિન્સ પરથી આ વેબ સિરિઝ બનવાની છે. પાંચેક ભાડુતી હત્યારા એક પત્રકારની હત્યા કરવા માટે પ્લાન કરી રહ્યા છે અને પત્રકાર એ પાંચેને શોધવા કેવા પ્રયાસો કરે છે એ આ નવલકથાની સ્ટોરીલાઇન છે.

એક મહિલા કર્મચારીએ તરુણ પર જાતીય ગેરવર્તનનો આક્ષેપ કર્યા બાદ ૨૦૧૩માં તરુણે તહલકાના તંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 

હાર્દિક મહેતા આ સિરિઝની સ્ક્રીપ્ટ તૈયાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં આ કથા બની હોવાનું અમે વર્ણવી રહ્યા છીએ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CbHAX0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages