
અમદાવાદ, 8 માર્ચ 2019, શુક્રવાર
ક્યારેય અજાણતા થયેલી નાનકડી ભુલ પણ આપણા માટે મોટા નુકસાનનું કારણ બની જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવી જ કેટલીક વાતોનો ઉલ્લેખ છે જેના કારણે સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે. અજાણતા થયેલી આ ભુલો જીવનની સુખ શાંતિને દૂર કરી સમસ્યાઓ અને તકલીફોને આમંત્રણ આપે છે. આ ભુલ જો તમે પણ કરતા હોય તો આજથી જ બદલી દો તમારી આદત જેથી તમારું જીવન બરબાદ થતા બચી જાય.
- રાત્રે સૂતી વખતે માથા પાસે પાણી ન રાખવું. તેનાથી માનસિક બીમારી વધે છે.
- માથા નીચે પર્સ ન રાખવું. તેનાથી ખર્ચ વધે છે અને નુકસાન થાય છે.
- માથા નીચે સોના કે ચાંદીના આભૂષણ પણ ન રાખવા જોઈએ તેનાથી દુર્ભાગ્ય આવે છે.
- લોઢાની ચાવી પણ ઓશિકા નીચે ન રાખવી.
- ચાકુ, કાતર કે આવા હથિયાર પણ ઓશિકા નીચે ન રાખવા જોઈએ.
- માથા પાસે જૂતા-ચપ્પલ ન ઉતારવા
- નેલકટર, કારતર જેવી ધારદાર વસ્તુઓ સૂતી વખતે સાથે ન રાખવી તેનાથી પૌરુષ શક્તિ ઘટે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Hm7Jpt
No comments:
Post a Comment