રાજકારણમાં પરિવારવાદની બોલબાલા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

રાજકારણમાં પરિવારવાદની બોલબાલા



નવી દિલ્હી,તા,26 માર્ચ 2019, મંગળવાર

રાજકારણમાં પરિવારવાદ અંગે મોદી અને અમીત શાહ ગાંધી પરિવાર પર માંછલા ધુએ છે. પરંતુ ખૂદ ભાજપમાં અને અન્ય પક્ષોમાં પણ  પરિવારવાદ છે. તેમના પુત્રો તો ઠીક પૌત્રા, સાળાઓ અને બનેવી તેમજ સાળીઓ પણ રાજકારણમાં સક્રિય છે..પૂર્વ વડા પ્રધાન એચ.ડી.દેવ ગૌડા(કર્ણાટક)મુલાયમ સિંહ (ઉત્તર પ્રદેશ) અજીત સિંહ (ઉત્તર પ્રદેશ)  શિરોમણી અકાળી દળ (પંજાબ) લાલુ પ્રસાદ યાદવ (બિહાર) રામ વિલાસ પાસવાન (બિહાર) ઠાકરે (મહારાષ્ટ્ર) કેસીઆઇ (આંઘ્ર પ્રદેશ)  સિંધિયા (મધ્ય પ્રદેશ) મેહબુબા મુફતી (જમ્મુ-કાશ્મીર) વગેરે પણ પરિવારવાદના જ દાખલા છે. માયાવતીએ પોતાના ભત્રીજાને આ વખતે લોકસભાની ચૂંટમીમાં ઉતાર્યો છે. 

મોદી બાયોપિક  ફિલ્મ અંગે સસ્પેન્સ
વિવેક ઓબેરાય અભિનીત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ૧૨ એપ્રિલે સિનેમા ઘરોમાં રજૂઆત પામશે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી પંચને એની રજૂઆત નહીં કરવા  વિનંતી કરી હતી. મહારાષ્ટ્રમાં મનસે દ્વારા એની રજૂઆતને રોકી દેવાની ધમકી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાએ  ભાજપ પર પોતાના પ્રચારનો આક્ષેપ કર્યો હતો. અગાઉ ટોયલેટ એક પ્રેમ કથા અને પેડમેન જેવી ફિલ્મોમાં પણ કેટલીક સરકારી યોજનાઓનું પ્રચાર કરવામાં આવ્યું હતું.

દિગ્વિજય સિંહ વિરૂધ્ધ શિવરાજ સિંહ
કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહ ભોપાલની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે તો તેમની સામે ભાજપે પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણને મેદાનામં ઉતાર્યા હતા. પરંતુ ચૌહાણને તેમની અગાઉની બેઠક વિદિશામાંથી ચૂટણી લડવી છે. જોઇએ હવે કોણ કોને હરાવે છે.

રાજસ્થાનના રાજ્યપાલ કે ભાજપના પ્રચારક
રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ એ ભાજપને મત આપવાની વાત કરીને વિવાદનો મધપુડો છંછેડયો હતો. તાજેતરમાં તેઓ અલીગઢ ગયા હતા અને ત્યાં તેમણે કહ્યું હતું કે 'ફરી એકવાર મોદી જ વડા પ્રધાન બનવા જોઇએ.દેશ માટે આ ખૂબ જ જરૂરી છે' તેઓ ભાજપના સભ્યની જેમ કાર્યકર્તાઓને કહી રહ્યા હતા. કોંગ્રેસે તેમના રાજીનામાની માગ કરી હતી.

રાહુલ ગાંધીની ૭૨૦૦૦ ની જાહેરાત અંગે આશાવાદ
ભાજપ અને નાણા પ્રધાન જેટલીને રાહુલ ગાંધીની ગરીબ પરિવારોને વર્ષે ૭૨ હજાર આપવાની વાત ભલે ના ગમી હોય, પરંતુ જાણીતા અર્થ શાસ્ત્રી ગુરૂબચન સિંહ કહે છે કે આ શક્ય છે. ' મારી સમજણ એમ કહે છે કે આ કરી શકાય છે. હાલમાં કોંગ્રેસ પર ફોકસ કરીએ તો તેઓ સંપત્તિ વેરો અથવા તો વારસાગર મેળવેલી સંપત્તિ પર વેરો લાદશે અને તેના દ્વારા ગરીબો માટે ભંડોળ ભેગું કરશે.

- ઇન્દર સાહની



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uyni5W

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages