ભુજમાં પાલિકાના વેરા ભરવામાં સરકારી કચેરીઓની આડોડાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ભુજમાં પાલિકાના વેરા ભરવામાં સરકારી કચેરીઓની આડોડાઈ

ભુજ,બુધવાર 

ભુજ પાલિકા ગત વર્ષના રેકોર્ડને તોડીને વસુલાતમાં અગ્રેસર રહી છે, પરંતુ સરકારી કચેરીઓ બાકી નિકળતી રૃ. ૯ કરોડ ઉપરાંતની લેણાની રકમ ભરવા તસ્દી લેવાતી ન હોઈ સુાધરાઈનો  લક્ષ્યાંક દર વર્ષે પાછળ પડી જાય છે. જો આ નાણા દર વર્ષે ભરાય તો પાલિકા ૨૦ કરોડની આસપાસ વસુલાત કરી શકે છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગત વર્ષે સુાધરાઈ ૭ કરોડની આસપાસ માંડ વસુલાત કરી શકી હતી. જ્યારે હાલે ૧૦ કરોડ જેટલી વસુલાત થઈ ચુકી છે. જો કે બીજી તરફ ૯ કરોડાથી ઉપરની રકમ ભરવા સરકારી કચેરીઓ દાદ આપતી ન હોવાથી પાલિકાની વસુલાતની ટકાવારી દર  વર્ષે ૫૦ ટકા પણ પહોંચતી નાથી. આ અંગે શોપ ઈન્સપેક્ટરે જણાવ્યું હતું કે,છેલ્લા બે માસાથી વસુલાત તેજ કરાઈ છે જેના પરીણામ સ્વરૃપ માર્ચ પુર્ણ થવામાં હજુ ૪ દિવસ બાકી છે ત્યાં જ ગત વર્ષ કરતા ૩ કરોડ વધુ આવક થઈ ચુકી છે. જો દર વર્ષે સરકારી કચેરીઓ લેણા નિયમિત ભરે તો આવકનો આંક વાધી શકે છે. જો સરકારી કચેરીઓનો વેરો તમામ ભરાઈ જાય તો ૨૦ કરોડ ઉપરની રેકોર્ડબ્રેક આવક થઈ શકે. હાલે ૯.૧૬ કરોડ વસુલાત સરકારી કચેરીઓ પાસેાથી નીકળે છે. જેમાંથી અમુકને દરવર્ષે નોટીસ ફટકારવામાં આવે છે આમછતાં તમામ કચેરીઓમાં આ અંગે સળવળાટ થતો નાથી.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FwRByW

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages