
ગોંડલ, તા. 27 માર્ચ 2019, બુધવાર
પોરબંદર લોકસભા ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ધડુક રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે. ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કર્યો છે. ગોંડલ પંથકમાં દાનવીરની છાપ ધરાવે છે. ગોંડલ વિસ્તારમાં કુલ બે લાખ બાર હજાર મતદારો પૈકી મુખ્યત્વે લેઉવા પાટીદારો છે. રમેશભાઈ પણ લેઉવા પાટીદાર છે. ગત લોકસભામાં ગોંડલ વિસ્તારમાંથી ૬૦ હજાર મતોની લીડ ભાજપને મળી હતી.
રમેશભાઈ ધડુક ત્રણ ભાઈઓના પરિવારમાં બીજા નંબરના છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં મોટા દીકરા નૈમિષ ધડુક ડોક્ટરની પદવી ધરાવે છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ગોંડલ નગરપાલિકાના સદસ્યથી થયેલ હતી. બાદમાં તેઓ સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન બન્યા હતા. ત્યારબાદ ઓલ ગુજરાત માર્કેટીંગ યાર્ડ કેસરિયાના પણ ચેરમેન બન્યા હતા અને ઓલ ઈન્ડિયા માર્કેટિંગ યાર્ડ એસોસિએશનના વાઈસ ચેરમેન પણ બન્યા હતા.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FED0T7
No comments:
Post a Comment