ભુજ, બુાધવાર
ભુજ શહેરની ભાગોળે આવેલ કચ્છ યુનિવર્સિટીના પરિસરમાં પૂર્વ નગરસેવક પર તિક્ષણ હિાથયારો વડે ખૂની હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે પૂર્વ નગરસેવક હમીદ ભટ્ટી એકસ્ટર્નલ પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ સમયે બે વાહનમાં આવેલા ૧૫ જેટલા ઈસમોએ તલવાર, છરી, ધોકા સહિતના હાથીયાર વડે પ્રાણઘાતક હુમલો કર્યો હતો. કારમાં ઈસમોએ કાચ તોડી પાડયા હતા.બનાવને લઈને હમીદ લોહી લુહાણ થઈ જવા પામતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનને ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાના બનાવમાં ઈબ્રાહીમ અલીમામદ કુંભાર (ઉ.વ.૨૬)ને યુનિવર્સિટીના પરિસરમાં આરોપીઓએ તલાવાર વડે હુમલો કર્યો હતો. જેઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલા પૂર્વ નગર સેવકના ઘર પર ફાયરીંગની ઘટના બનવા પામી હતી. ત્યારે આજના બનાવ બાદ ભારે દોડાધામ મચી જવા પામી છે. ઘટના બાદ ભુજ એ ડીવીઝન, બી ડીવીઝન પોલીસની ટુકડી ઘટના સૃથળે ઘસી ગઈ હતી, અને હુમલાખોરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં હાથ ધરાઈ છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જઈને પોલીસે નાકાબંધી ગોઠવી હતી.
આમદ ભટ્ટીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ભુજના હત્યા કેસનો પર્દાફાસ થવા પામ્યો હતો. જેમાં સામાવાળા ઈસમોના સંબંધીના નામો હતો. જે કેસમાં તેઓએ પોલીસની મદદ કરી હતી. જેને લઈને આરોપીઓએ હુમલો કર્યા હોવાનું જણાવાયું હતું. આ ઘટનામાં ભુજ બી ડીવીઝન પોલીસ માથકે હુમલાખોરો સામે ફરીયાદ નોંધાવાઈ છે.
હુમલા બાદ ગુંડાઓ ખ્ૂલ્લી તલવાર લઈને નિકળ્યા
શિક્ષણ સંકુલમાં થયેલી ઘટના બાદ ગુંડાગીરી કરતા શખ્સો ખુલ્લી તલવાર લઈને વાહનોમાં નિકળ્યા હતા. જેઓને જોઈને અન્ય છાત્રો પણ ભયભીત બની ગયા હતા. છેલ્લા લાંબા સમયાથી બન્ને પક્ષો વચ્ચે અગાઉનો ઝઘડો કારણભુત જોઈ શકાય છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આ મામલે જિલ્લા કલેકટર, આઈજી અને પોલીસ વડાને પણ રજુઆત કરાઈ હતી. આજે સરપટનાકા, સંજોગનગર, ભીડનાકા, સુરલભીટ્ટ રોડ, કોડકી રોડમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે વાતાવરણ તંગ બનતા સંવેદનશીલ વિસ્તારમાં વેપારીઓએ દુકાનો પણ બંધ કરી દીધી હતી.
ભીડનાકા વિસ્તારમાં દુકાનમાં તોડફોડ
હુમલાની ઘટના બાદ શહેરના ભીડનાકા વિસ્તારમાં પૂર્વ નગરસેવક મુસ્તાક હિંગોરજાની પાનની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. શહેરમાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતી અંગે જાણે ડર જ ન હોય તેમ આતંક મચાવ્યો હતો. જાહેરમાં તોડફોડ થતા ભીડનાકા વિસ્તારમાં નાશભાગ મચી જવા પામી હતી. ધોળા દિવસે બનેલી ઘટનાએ ભારે તંગદીલી ભરી માહોલ જોવા મળ્યો હતો.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U32bb2
No comments:
Post a Comment