(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 07 માર્ચ, 2019, ગુરૂવાર
શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ અવિરત તેજી રહી હતી. રૂપિયા સામે અમેરિકી ડોલરના સતત ધોવાણમાં આજે ડોલર ૨૮ પૈસા તૂટીને રૂ.૭૦ આવી જતાં અને આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ સાધારણ વધી આવ્યા સાથે ભારતમાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભા ચૂંટણી પૂર્વે ફરી દેશમાં બહુમતી ધરાવતી સ્થિર સરકાર આવશે એવી અપેક્ષાએ ફોરેન ફંડોએ આજે પ્રિ-ઈલેકશન તેજીને આગળ વધારી હતી. શેરોમાં સતત મોટાપાયે ખરીદદાર બનેલા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈની આજે ઈન્ડેક્સ બેઝડ તેજી જળવાઈ રહી હતી. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ફરી ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ થવાની ફરી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તરફેણ કરવા છતાં આજે વૈશ્વિક બજારોમાં યુરોપ, એશીયાના બજારોમાં એકંદર નરમાઈ જોવાઈ હતી. ભારતીય શેર બજારોમાં સતત તેજીમાં રહેલાં ફંડોએ આજે બેંકિંગ, પાવર-કેપિટલ ગુડઝ, એફએમસીજી શેરોમાં લેવાલીએ સેન્સેક્સ ૮૯.૩૨ પોઈન્ટ વધીને ૩૬૭૨૫.૪૨ અને નિફટી સ્પોટ ૫.૨૦ પોઈન્ટ વધીને ૧૧,૦૫૮.૨૦ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ બે-તરફી અફડાતફડીમાં નીચામાં ૩૬૫૯૦ થઈ ૧૯૪ પોઈન્ટ વધીને ૩૬૮૩૦ થઈ અંતે ૮૯ પોઈન્ટ વધીને ૩૬૭૨૫
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૬૬૩૬.૧૦ સામે ૩૬૭૪૪.૦૨ મથાળે ખુલીને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં આકર્ષણે અને બેંકિંગ શેરોમાં એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, આઈટીસી, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એશીયન પેઈન્ટસ, ટાટા મોટર્સ સહિતમાં લેવાલીએ એક તબક્કે ૧૯૪.૧૫ પોઈન્ટ વધીને ઉપરમાં ૩૬૮૩૦.૨૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને કોલ ઈન્ડિયા, સન ફાર્મા, એનટીપીસી, ઓએનજીસી, યશ બેંક, વેદાન્તા, ઈન્ફોસીસ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેકનોલોજી, બજાજ ઓટો, મારૂતી સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં વેચવાલીએ એક તબક્કે નીચામાં ૩૬૫૯૦.૮૮ સુધી આવી અંતે ૮૯.૩૨ પોઈન્ટ વધીને ૩૬૭૨૫.૪૨ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૧૦૮૯ સુધી ઉંચકાઈ નીચામાં ૧૧૦૨૭ સુધી આવી અંતે પાંચ પોઈન્ટ વધીને ૧૧૦૫૮
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૦૫૩ સામે ૧૧૦૭૭.૯૫ મથાળે ખુલીને આરંભથી જ મજબૂતીમાં લાર્સન એન્ડ ટુબ્રોને મળેલા મોટા ઓર્ડરોને પગલે તેજી સાથે પાવર ગ્રીડ કોર્પ સહિતના પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો લેવાલ બનતાં અને બેંકિંગ શેરોમાં એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક સાથે આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના એફએમસીજી શેરો અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ સહિતમાં તેજી થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફ્રાટેલ, ટીસીએસ, અદાણી પોર્ટસ, એશીયન પેઈન્ટસ, જેએસડબલ્યુ સ્ટીલમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૦૮૯.૦૫ સુધી પહોંચી મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો, વેદાન્તા સહિતમાં વેચવાલીએ અને વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરોમાં નરમાઈ સાથે ઝી, ઓએનજીસી, આઈઓસી, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, ગ્રાસીમ, ટાઈટન, એનટીપીસી, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, યશ બેંક સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૧૦૨૭.૧૦ સુધી આવી અંતે ૫.૨૦ પોઈન્ટ વધીને ૧૧૦૫૮.૨૦ બંધ રહ્યો હતો.
માર્ચ નિફટી ફયુચર ૧૧,૦૮૬ થી વધીને ૧૧,૧૨૯ થઈ અંતે ૧૧,૦૯૩ :બેંક નિફટી ફયુચર ૨૭૬૯૨ થી વધીને ૨૭,૮૨૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ અફડાતફડીમાં ગભારાટ ફેલાવીને ફરી ઘટાડે તેજીનો વેપાર વધાર્યાની ચર્ચા હતી. નિફટી માર્ચ ફયુચર ૧,૦૨,૬૧૩ કોન્ટ્રેકટસમાં રૂ.૮૫૩૭.૯૩ કરોડના કામકાજે ૧૧,૦૮૬.૮૦ સામે ૧૧,૧૧૪.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૦૬૪ સુધી આવી વધીને ૧૧,૧૨૯.૭૦ સુધી પહોંચી અંતે ૧૧,૦૯૩ રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૨૮૦૯ કોન્ટ્રેકટસમાં રૂ.૨૩૪.૭૩ કરોડના કામકાજે ૧૧,૧૩૫ સામે ૧૧,૧૪૪.૭૦ મથાળે કુલીને ઉપરમાં ૧૧,૧૭૮ થઈ ઘટીને ૧૧,૧૧૫ સુધી આવી અંતે ૧૧,૧૪૩.૫૫ રહ્યો હતો.બેંક નિફટી માર્ચ ફયુચર ૧,૧૨,૩૧૪ કોન્ટ્રેકટસમાં રૂ.૬૨૩૩.૯૦ કરોડના કામકાજે ૨૭,૬૯૨.૪૦ સામે ૨૭,૭૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૭,૬૨૬ થઈ વધીને ૨૭,૮૭૯.૬૦ સુધી પહોંચી અંતે ૨૭,૮૨૦.૧૫ રહ્યો હતો.
નિફટી ૧૧,૧૦૦નો કોલ ૫૮.૮૦ થી વધીને ૬૬.૮૫ થઈ ઘટીને ૪૯ :નિફટી ૧૧,૦૦૦નો પુટ ૬૮.૯૫ થી ઘટીને ૪૭
નિફટી ૧૪,માર્ચ એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં આજે નિફટી ૧૧,૧૦૦નો કોલ ૪૬,૭૫૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૯૧૧.૧૬ કરોડના કામકાજે ૫૮.૮૦ સામે ૬૨.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૬.૮૫ થઈ ઘટીને ૪૩.૭૦ સુધી આવી અંતે ૪૯ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૪૮,૯૬૩ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦૫૯.૬૫ કરોડના કામકાજે ૬૮.૯૫ સામે ૭૦ મથાળે ખુલીને નીચામાં ૪૦ અને ઉપરમાં ૭૩.૫૦ સુધી જઈ અંતે ૪૭ રહ્યો હતો. નિફટી ૨૮,માર્ચનો ૧૧,૨૦૦નો કોલ ૮૮.૨૫ સામે ૮૭.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૯૫.૬૦ થઈ ઘટીને ૭૫ સુધી આવી અંતે ૮૦.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો ૨૮,માર્ચ એક્સપાઈરીનો પુટ ૬૫ સામે ૬૦.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૬૭.૩૦ થઈ ઘટીને ૪૮.૪૦ સુધી આવી અંતે ૫૩.૫૫ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ :બેંક ઓફ બરોડા, એક્સીસ બેંક, સ્ટેટ બેંક, એચડીએફસી બેંક, ફેડરલ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોનું સતત પસંદગીનું આકર્ષણ જળવાયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૨.૯૫ વધીને રૂ.૧૧૫.૧૫, એક્સીસ બેંક રૂ.૧૨.૭૦ વધીને રૂ.૭૩૨.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૫૦ વધીને રૂ.૨૮૧.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૯.૬૦ વધીને રૂ.૨૧૨૨.૬૫, ફેડરલ બેંક રૂ.૮૮, અલ્હાબાદ બેંક રૂ.૩.૩૦ વધીને રૂ.૫૪.૬૫, પીએનબી રૂ.૨.૯૫ વધીને રૂ.૮૫.૨૦, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૬૦૩.૦૫, વિજ્યા બેંક રૂ.૧.૨૦ વધીને રૂ.૪૬.૧૦, ઓરિએન્ટલ બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૯૬.૧૦, કેનેરા બેંક રૂ.૪.૭૫ વધીને રૂ.૨૫૬.૯૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૫.૧૦ વધીને રૂ.૫૭૧.૮૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૧૫ વધીને રૂ.૯૦.૮૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં તેજી :લાર્સનને નવા ઓર્ડરે વધ્યો :લક્ષ્મી મશીન વર્કસ, એબીબી, એચઈજી, ગ્રેફાઈટ ઉંચકાયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની સતત પસંદગીની લેવાલી રહી હતી. લાર્સન એન્ડ ટુબ્રોને તેના ભારતમાં વિવિધ રાજયોમાં સ્થિત ગ્રાહકો પાસેથી ઓર્ડરો મેળવ્યાનું જાહેર થતાં શેરમાં સતત લેવાલીએ રૂ.૩૬.૩૦ વધીને રૂ.૧૩૫૧.૨૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૧૬ વધીને રૂ.૬૨૭૧.૮૦, ગ્રેફાઈટ ઈન્ડિયા રૂ.૧૩.૦૫ વધીને રૂ.૪૬૩.૯૫, એબીબીમાં ડિમર્જરના અહેવાલે રૂ.૨૫ વધીને રૂ.૧૨૬૯.૪૫, એચઈજી રૂ.૨૭.૧૫ વધીને રૂ.૨૨૩૧.૧૦, કલ્પતરૂ પાવર રૂ.૪.૩૫ વધીને રૂ.૪૦૨.૫૫, જેએસડબલ્યુ એનજીૅ રૂ.૨ વધીને રૂ.૭૦.૫૦, પાવર ગ્રીડ કોર્પ રૂ.૨.૫૫ વધીને રૂ.૧૮૭.૨૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફરી વ્યાપક તેજી :મનપસંદ બિવરેજીસ, જેકે એગ્રી, હેરિટેજ ફુડ, ઈઆઈડી, એડવાન્સ એન્ઝાઈમ વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફરી ફંડોની વ્યાપક લેવાલી નીકળતાં બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૫૪.૯૭ પોઈન્ટ વધીને ૧૧૫૭૮.૯૧ બંધ રહ્યો હતો. મનપસંદ બિવરેજીસ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૯૯.૨૦, જેકે એગ્રી રૂ.૫૮.૧૦ વધીને રૂ.૭૬૫.૦૫, એડવાન્સ એન્ઝાઈમ્સ રૂ.૭.૧૫ વધીને રૂ.૧૬૩.૨૫, હેરીટેજ ફુડ રૂ.૧૬.૬૦ વધીને રૂ.૪૯૫, આઈએફબી એગ્રો રૂ.૧૩.૧૦ વધીને રૂ.૪૯૬.૧૦, ઈઆઈડી પેરી રૂ.૫ વધીને રૂ.૨૦૮.૮૦, આઈટીસી રૂ.૪.૬૦ વધીને રૂ.૨૯૦.૦૫, બ્રિટાનીયા રૂ.૧૩.૨૦ વધીને રૂ.૩૦૪૧.૯૦, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૨.૯૫ વધીને રૂ.૧૭૦૩.૩૫ રહ્યા હતા.
ડોલર ૨૮ પૈસા તૂટીને રૂ.૭૦ :આઈટી શેરોમાં વેચવાલી :વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ ઘટયા :એમ્ફેસીસ, ટીસીએસ વધ્યા
રૂપિયા સામે અમેરિકી ડોલર સતત નબળો પડતો રહીને આજે ૨૮ પૈસા ઘટીને રૂ.૭૦ થઈ જતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. વિપ્રો રૂ.૮.૬૦ ઘટીને રૂ.૨૬૮.૮૦, ટેક મહિન્દ્રા રૂ.૧૪.૬૦ ઘટીને રૂ.૮૦૮.૧૦, ઈન્ફોસીસ રૂ.૮.૯૫ ઘટીને રૂ.૭૨૩.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૯ ઘટીને રૂ.૧૦૩૪.૬૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૧.૦૫ ઘટીને રૂ.૩૪૪૯.૩૫ રહ્યા હતા. જ્યારે એમ્ફેસીસ રૂ.૯.૨૦ વધીને રૂ.૯૯૫.૪૫, ટીસીએસ રૂ.૧૨.૧૦ વધીને રૂ.૨૦૧૧.૫૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં પણ નરમાઈ :દિવીઝ લેબ., સન ફાર્મા, કેડિલા હેલ્થકેર, સિપ્લા, ઓરોબિન્દો ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબ. ઘટયા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી થઈ હતી. દિવીઝ લેબ રૂ.૫૫ ઘટીને રૂ.૧૬૫૦.૯૦, સન ફાર્મા રૂ.૯.૬૫ ઘટીને રૂ.૪૫૦.૯૦, કેડિલા હેલ્થકેર રૂ.૩.૭૫ ઘટીને રૂ.૩૨૬.૬૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૮.૧૫ ઘટીને રૂ.૭૨૫.૨૦, ડો.રેડ્ડીઝ લેબોરેટીઝ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૨૬૮૦.૭૫ રહ્યા હતા.
ક્રુડ બ્રેન્ટ વધીને ૬૬.૭૫ ડોલર :નાયમેક્ષ ક્રુડ ૫૬.૮૬ ડોલર :આઈઓસી, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, બીપીસીએલ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે મોડી સાંજે વધી આવીને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૬ સેન્ટ વધીને ૬૬.૭૫ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૪ સેન્ટ વધીને ૫૬.૮૬ ડોલર થઈ ગયા હતા. ઓઈલ-ગેસ શેરોમાં પણ નરમાઈ જોવાઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૭૭.૧૦, આઈઓસી રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૫૦.૫૫, ઓએનજીસી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૫૨.૨૦, બીપીસીએલ રૂ.૨.૮૦ ઘટીને રૂ.૩૭૦.૩૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧.૧૫ ઘટીને રૂ.૩૪૪.૨૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ :૧૩૫૮ શેરો નેગેટીવ બંધ :૨૨૯ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૮ અને વધનારની સંખ્યા ૧૩૧૨ રહી હતી. ૨૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FIIની શેરોમાં કેશમાં રૂ.૧૧૩૮ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૫૩૩ કરોડની ખરીદી :DIIની રૂ.૯૨૫ કરોડની વેચવાલી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં વધુ રૂ.૧૧૩૭.૮૫ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૫૩૪૯.૩૯ કરોડની ખરીદી અને કુલ રૂ.૪૨૧૧.૫૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૨૫.૪૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૧૧૧.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૦૩૭.૧૯ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૫૩૨.૮૪ કરોડની ચોખ્ખી ખરીદી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૩૭૭.૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2C8c2Ba
No comments:
Post a Comment