
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર
ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો સારા થાય તો પણ નાપાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ભારતમાં આતંકવાદી હુમલા કરવાનું ચાલુ રાખવાનું બે વર્ષ પહેલાં જ નક્કી કર્યું હતું. એવો અહેવાલ ઈન્ટેલિજન્સે આપ્યો હતો.
ઈન્ટેલિજન્સના અહેવાલમાં કહેવાયું હતું કે નવેમ્બર-૨૦૧૭માં નાપાક આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે નક્કી કર્યું હતું કે જેહાદના નામે ભારતમાં આતંકવાદી પ્રવૃતિ ચાલુ રાખવામાં આવશે.
આ આતંકી સંગઠને એક કોન્ફરન્સમાં ૨૦૦૦ આતંકવાદીઓની હાજરીમાં એવું નક્કી કર્યું હતું કે પાકિસ્તાનમાં નવી સરકાર રચાય અને ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ થાય તો પણ આતંકવાદી પ્રવૃત્તિ વધારીને એ સંધિને અસર થાય એવા તમામ પગલાં ભરાશે. એ આતંકી સંગઠનના નાપાક વડા મસૂદ અઝહરની આગેવાનીમાં એવું નક્કી થયું હતું કે ધાર્મિક ભાવનાના નામે ભારતમાં ઘૂસણખોરી કરીને બંને દેશોની શાંતિ મંત્રણાને શક્ય એટલી કરવામાં આવશે.
ઈન્ટેલિજન્સ અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આગામી સમયમાં કદાચ વૈશ્વિક મધ્યસ્થીથી જો ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો થશે તો પણ જૈશ-એ-મોહમ્મદ ગમે તે રીતે આતંકવાદી પ્રવૃત્તિ ઘટાડવાને બદલે વધારશે.
અહેવાલ પ્રમાણે આ આતંકી સંગઠન ઉપર સરકારનો કોઈ જ અંકુશ નથી અને તેમાં પાકિસ્તાનની નાપાક જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને પાકના લશ્કરના સહકાર પણ મળશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T9vAQr
No comments:
Post a Comment