
ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરૂવાર
ભાવનગર રેલવે ડિવિઝનની બાન્દ્રા ટ્રેનને ઉત્કૃષ્ટ પરિયોજના હેઠળ અપગ્રેડ કરવામાં આવી છે. જૂની ટ્રેનને નવો રૃપ-રંગ અપાયો હોય તેવી ભાવનગર ડિવિઝનની આ એક માત્ર ટ્રેનને પ્રથમ વખત પાટા પર દોડી હતી. રેલયાત્રિઓને હવાઈ સફરનો અહેસાસ થાય તે માટે રેલવે તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ પરિયોજના અંતર્ગત ટ્રેનોમાં આધુનિક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની ભાવનગર-બાંદ્રા ટ્રેનનો સમાવેશ કરાતા ભાવનગર રેલવેના મિકેનિકલ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના સ્ટાફની એક મહિનાની મહેનતના અંતે બાંદ્રા ટ્રેનને નવો લૂક આપવામાં આવ્યો છે.
ભાવનગર-બાંદ્રા ટર્મિનસ-જામનગર એક્સપ્રેસ ટ્રેનના તમામ ડબાઓને બહારથી રંગવામાં આવ્યા છે. ઉપરાંત ડબામાં એલઈડી લાઈટ, શૌચાલય અને ગેંગ-વે આસપાસ સનમાઈકા, પોસ્ટર, ફ્લશ વાલ્વ, પાણીની બચત થાય તે માટે ટૂ-વે વ્યવસ્થા, અનામત વિનાના ડબાઓના શૌચાલયમાં હેલ્થ ફોસેટ, ટોઈલેટમાં શુધ્ધ હવાની આવન-જવન માટે તેમજ અશુધ્ધ હવા રોકવા માટે વેંટિલેશન સિસ્ટમ, યુરોપિયન ટાઈપના વાસણ, રેટ્રો રિફ્લેક્ટિવ અને ડબાના નંબરના સૂચક બોર્ડ, બાયો શૌચાલય અંગે જાગૃતતા લાવવા માટે સ્ટીકર, ઈમરજન્સી નંબર, કોચ અને શૌચાલયોમાં સ્ટીલની કચરા પેટી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ ટ્રેનને આજે ગુરૃવારે સાંજે ભાવનગર ડીઆરએમ રૃપા શ્રીનિવાસનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં રેલવેના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HMpmQp
No comments:
Post a Comment