
ભાવનગર, તા. 28 માર્ચ 2019, ગુરુવાર
લોકસભાની સામાન્ય ચૂંટણીનુ આજે ગુરૃવારે જાહેરનામુ બહાર પડી ગયુ છે અને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. આજે પ્રથમ દિવસે ઉમેદવારી પત્રનો ઉપાડવા ધસારો રહ્યો હતો પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. આગામી દિવસોમાં જુદા જુદા પક્ષ અને અપક્ષ ઉમેદવાર ફોર્મ ભરશે.
ભાવનગર સહિત રાજ્યભરમાં આગામી તા. 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં કુલ 26 લોકસભાની સીટ છે અને તમામ સીટ પર એક જ દિવસે મતદાન થશે. ગત તા. 10 માર્ચે ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આજે ગુરૂવારે જાહેરનામુ બહાર પડી ગયુ છે અને
ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છેે. આજે પ્રથમ દિવસે જુદી જુદી પાર્ટીના તેમજ અપક્ષ મળી કુલ 12 ઉમેદવારોએ ફોર્મનો ઉપાડ કર્યો હતો પરંતુ એક પણ ઉમેદવારે હજુ ફોર્મ ભર્યુ ન હોવાનુ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષદ પટેલે જણાવેલ છે. સવારે 11 થી બપોરના 3 કલાક દરમિયાન ભાવનગરની જિલ્લા કલેકટર કચેરીની ચૂંટણી શાખા ખાતે ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે.
આગામી તા. 4 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતીમ દિવસ છે તેથી ઉમેદવારી પત્ર ભરવા આગામી થોડા દિવસમાં ઉમેદવારોનો ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે. લોકસભાની ચૂંટણી લડવા ઘણા ઉમેદવારો થનગની રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં કેટલા ઉમેદવાર ફોર્મ ભરે છે? તે જોવુ જ રહ્યું. સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. આગામી તા. 5 એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતીમ તા. 8 એપ્રિલ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WBvIWf
No comments:
Post a Comment