ગૂગલ અમેરિકા સાથે છે, કંપની ચીનને મદદ કરતી નથી : ટ્રમ્પ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 30 March 2019

ગૂગલ અમેરિકા સાથે છે, કંપની ચીનને મદદ કરતી નથી : ટ્રમ્પ


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.28 માર્ચ, 2019, ગુરૂવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ હતી. તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગૂગલ અમેરિકન સૈન્યની મદદ માટે તત્પર છે અને ચીનને કોઈ જ મદદ નહીં કરે એવું આશ્વાસન પણ કંપનીના સીઈઓએ આપ્યું છે.

ગૂગલ અમેરિકાના હિતોનું રક્ષણ કરવાને બદલે ચીનને ફાયદો થાય તેવું કામ કરે છે, એવો આરોપ ગૂગલ ઉપર લગાવાયો હતો. તે દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ હતી. એ મુલાકાત પછી ડોનાલ્ડ ટ્રમ્પે સુંદર પિચાઈને ટેગ કરીને ટ્વીટ કરતા કહ્યું હતું : 'સુંદર પિચાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે. પિચાઈ સાથેની મુલાકાત ખૂબ સરસ રહી હતી. કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે કંપની અમેરિકાના હિતમાં કામ કરે છે અને ચીની લશ્કરને ફાયદો થાય એવું એક પણ કાર્ય કંપની કરશે નહીં એની ખાતરી પણ સીઈઓએ આપી હતી'

ટ્રમ્પે કહ્યું હતું કે અમારા વચ્ચે રાજકીય પારદર્શતા બાબતે પણ ચર્ચા થઈ હતી. જોકે, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટ્રમ્પની ટ્વીટનો કોઈ જવાબ આપ્યો ન હતો. ગૂગલના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પ્રમુખ સાથેની મુલાકાત ખૂબ સારી રહી હતી અને તેનાથી કંપનીના કર્મચારીઓના ઉત્સાહમાં વધારો થશે.

વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરતા અગાઉ સુંદર પિચાઈએ અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષ વી. શ્રિંગલા સાથે પણ મુલાકાત કરી હતી. હર્ષે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગૂગલ ભારતમાં વધુ કાર્ય કરવા કટિબદ્ધ છે અને આગામી સમયમાં ભારતમાં નવા પ્રોજેક્ટ શરૃ કરશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OwkjUC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages