ગાંધીનગર જિલ્લામાં ઘઉંનું 90 હજાર ટન ઉત્પાદન થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

ગાંધીનગર જિલ્લામાં ઘઉંનું 90 હજાર ટન ઉત્પાદન થશે

ગાંધીનગર,તા.10 માર્ચ 2019,રવિવાર

વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ ગાંધીનગર જિલ્લાના ખમીરવંતા ખેડૂતોએ હિંમત બતાવીને ખેતરોમાં પરેશોવો પાડીને સમગ્ર રવિ સિઝનમાં કુલ ૭૨ હજાર હેક્ટર જેટલા  વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું.જેમા ૨૫,૮૬૧ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

આ વખતે સતત ઠંડીનું જોર ચાલુ રહેવાના કરણે ઘઉંના ઉત્પાદનમાં દસથી પંદર  ટકાનો વધારો થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે તેમજ પાકની સાથે ઘઉંના દાણાના ઘેરાવામાં પણ વધારો થયો છે. એક અંદાજ પ્રમાણે પ્રતિહેક્ટર ત્રણ હજાર કિલોથી પણ વધારે ઘઉંનું ઉત્પાદન થશે. આમ ગાંધીનગર જિલ્લામાં વિવિધ જાતના  ૯૦ હજાર ટન બટાટાનું વિક્રમજનક ઉત્પાદન થવાની સંભાવના છે. 

ગાંધીનગર જિલ્લામાં રવિપાકની સિઝનમાં ૭૨ હજાર હેકટરમાં ખેડુતોએ વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. રવિપાકની શરૃઆતમાં જ પાકને અનુકુળ ઠંડી નહીં પડવાને કારણે  મોડુ વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે,ડીસેમ્બર અને ત્યાર બાદના સમયમાં ં ઠંડી વધી ત્યારથી વાવેતરે જોર પકડયું હતું. વાવેતર બાદ સતત ઠંડીનું વધતી રહેવાના કારણે તેમજ ભેજવાળી આબોહવાને પગલે ઉત્પાદનમાં વધારો થયો છે.

વિવિધ સમસ્યાઓ વચ્ચે પણ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ પોતાનો પરસેવો પાડીને ખેતરોમાં પાક વાવ્યો હતો અને વિવિધ પાકો મળીને રવિસિઝનમાં કુલ ૭૨ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં રવિ સિઝનમાં મુખ્ય ગણાતા ઘઉં અને બટેટાનું વાવેતર વધારે હતું.

બટાટાનો પાક જમીનમાં લઇ લેવામાં આવ્યા છે જ્યારે હવે ઘઉંનો પાક પણ લેવામાં આવી રહ્યો છે. ખેતીવાડી વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં મળીને ઘઉંનું કુલ ૨૫,૮૬૧ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

જેમાં કલોલમાં સૌથી વધુ ૮,૧૫૦ હેક્ટરમાં જ્યારે દહેગામ તાલુકામાં ૬,૫૫૭ હેક્ટર વિસ્તારમાં જ્યારે માણસામાં ૫,૮૦૬ હેક્ટર અને ગાંધીનગર તદાલુકામાં  ૫,૩૪૮ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે ઠંડીને કારણે આ વખતે ઘઉંનું ઉત્પાદન વધ્યું છે તેમ ખેડૂતો બતાવી રહ્યા છે એક અંદાજ પ્રમાણે જિલ્લામાં એક હેક્ટરમાં ૩,૪૯૮  કિલોગ્રામ એટલે કે,  સાડા ત્રણ હજાર કિલોગ્રામથી પણ વધુ ઘઉંનુઉત્પાદન એક હેક્ટરમાંથી થાય છે આ અંદાજ પ્રમાણે ગણતરી કરતા ગાંધીનગર જિલ્લામાં કુલ ૯૦.૪૬ હજાર મેટ્રીક ટન ઉત્પાદન ઘઉંની થવાનું છે. 

હાલ ગાંધીનગર જિલ્લાના ખેતરોમાંથી ઘઉંનો પાક લેવાનું શરૃ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ ટેકાના ભાવે સરકાર દ્વારા વિવિધ એજન્સી નીમીને ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UsAAfv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages