
- ''જે સરદહ પર આપણુ ધ્યાન રાખે તેમના પરિવારનું ધ્યાન આપણે રાખવુ જ જોઇએ, આપણે પણ શહીદ જવાનનાં પરિવાર બની જવુ જોઇએ '' અક્ષયકુમાર
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરૂવાર
સુરતનું વનિતા વિશ્રામ મેદાન ગુરૂવારે સાંજે વતનના રખેવાળોનું શાન બનીને દીપી રહ્યુ હતું. દેશભક્તિના ગીતો સાથે ભારત માતા કી જયના નાદ સાથે આખુ ગ્રાઉન્ડ સતત ગૂંજતુ રહ્યુ હતું. હજારોની જનમેદની અને કેટલાય હાથોમાં તિરંગા લહેરાઇ રહ્યા હતાં. જાણે કોઇ રાષ્ટ્રીય પર્વની ઉજવણી થતી હોય એવો માહોલ સર્જાયો હતો. ભલે ૧૫મી ઓગષ્ટ કે ૨૬મી જાન્યુઆરી ન હતી પણ લોકોનો જુસ્સો અને દેશભક્તિ બિલ્કુલ કમ ન હતી. કારણ કે પ્રસંગ હતો પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો. સુરતીઓનો જુસ્સો વધારવા કાર્યક્રમમાં સામેલ થયા હતા મુખ્યમંત્રી અને અભિનેતા અક્ષયકુમાર.
'એ મેરે વતન કે લોગો જરા આંખમેં ભર લો પાની..' શરણાઇમાંથી પાણીદાર સૂરો નીકળતા મેદાનમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઇને અભિવાદન કર્યુ હતું. એટલુ જ ઇન્સ્ટ્રુમેન્ટલ આ દેશભક્તિ ગીત પુરૂ થયુ ત્યાં સુધી ઉભા રહીને સન્માન આપ્યુ. મુખ્યમંત્રી અને અક્ષયકુમારનું વંદેમાતરમના પરફોર્મ સાથે દેશભક્તિભર્યુ સ્વાગત કરાયુ હતું. બંનેના આગમન બાદ બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામા ંઆવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેજ પરથી પુલવામા શહદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યુ હતું કે 'આપણી ગોળી, આપણા સૈનિકો, આપણો સમય અને તેમની ધરતીમાં ઘૂસીને ૩૫૦ જેટલા આતંકીઓને માર્યા ભારતીય સેનાનું આ અભૂતપૂર્વ પરાક્રમ હતું. ઇંટનો જવાબ પથ્થરથી આપે શકે એવી છાપ ભારતે ઉભી કરી છે.' તેમણે કહ્યુ કે મુંબઇ હૂમલા વખતે વડાપ્રધાન તરીકે મોદી ન હતા. બાકી મોદી હૈ તો મુમકિન હૈ..
આર્મી ડ્રેસમાં આવેલા અક્ષયકુમારે સુરતીઓનું અભિવાદન ઝીલીને જણાવ્યુ હતું કે 'આ કાર્ય માટે પૈસા આપીએ છીએ ખરેખર પૈસા નથી આપતા પણ પ્રેમ આપીએ છીએ. જે સરદહ પર આપણુ ધ્યાન રાખે તેમના પરિવારનું ધ્યાન આપણે રાખવુ જ જોઇએ. આપણે પણ શહીદ જવાનનાં પરિવાર બની જવુ જોઇએ' અક્ષયકુમારે ગુજરાત સાથે તેનું કનેક્શન પણ જણાવતા કહ્યુ હતું કે મારી સાસુ અને પત્ની ગુજરાતના છે. અક્ષયે સુનો ગોર સે દુનિયાવાલોની પંક્તિઓ ગાઇને લોકોને વિશ્વાસ અપાવ્યો કો સબસે આગે હોંગે હિન્દુસ્તાની..
આજના કાર્યક્રમમાં સુરતના આર્મીમાં ફરજ બજાવતા આકાશ અગ્રવાલ તથા શહીદ પરિવારોને પત્ર લખતા જીતેન્દ્રજીનું સન્માન કરવામાં આવ્યુ હતું.
ત્રણ કરોડથી વધુ રકમનાં ચેક અર્પણ કરાયા
ભારત કે વીર કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહીદ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવાનો હતો જે અંતર્ગત આજે વિવિધ સંસ્થાઓ અને વ્યકિતઓ દ્વારા અગાઉ જાહેરાત કરેલી દાનની રકમનો ચેક મુખ્યમંત્રી અને અક્ષયકુમારની હાજરીમાં અર્પણ કરવાની વિધિ થઇ હતી. જેમાં હીંદવા ગૃપ - ૫૦ લાખ, એસવીએનઆઇટી- ૨૦ લાખ, સા.ગુ.ટ્રેડર્સ- ૧૨.૫૧ લાખ, જેમ એન્ડ જ્વેલરી- ૧૧ લાખ,માહેશ્વરી સમિતિ- ૭.૧૧ લાખ, પંકજ કર્ણાવત - ૧૦ લાખ, ભાજપ- ૧૧ લાખ, હિતેશ વસાણી- ૧૧ લાખ, મનહર કાકડિયા- ૧૧ લાખ, ઘનશ્યામ ભંડેરી- ૧૫ લાખ, ક્રેડાઇ-૧૧ લાખ, આશાદિપ સ્કૂલ- ૧૦ લાખ, સુરજ કાકડિયા-૧૦ લાખ, કલામંદિર જ્વેલર્સ-૧૦ લાખ, રાજહંસ જયેશ દેસાઇ- ૧૦ લાખ, પિયુષ બાદશાહ- ૧૦ લાખ, કોળી સમાજ -૫ લાખ, શક્તિ- ૫ લાખ, રાજ્સ્થાન વસ્ત્ર વેપાર સંઘ- ૫ લાખ, સારોલી યુવા ગૃપ ૪ લાખ, એડર્વટાઇઝ એસો.-૨.૫૧ લાખ સહિત અનેક લોકોએ એક હજારથી લઇને એક લાક સુધીના લઇને કાર્યક્રમમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાથી વધુના ચેક અર્પણ કરાયા હતાં.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ExmoeD
No comments:
Post a Comment