લગ્ન પહેલા યંગસ્ટર્સે જાણવી જોઈએ આ વાતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 31 March 2019

લગ્ન પહેલા યંગસ્ટર્સે જાણવી જોઈએ આ વાતો

લગ્નનો સંબંધ જેટલો મજબૂત છે તેટલો જ નાજૂક પણ છે, તેથી જ દરેક કપલે લગ્ન પહેલા કેટલીક વાતો ખાસ જાણી લેવી જોઈએ. જો તમે તમારી પાર્ટનર/ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું વિચારતાં હોવ તો ફરીવાર એની પસંદ- નાપસંદનો જાણી લો, જેથી પછીથી બંનેને કોઈ તકલીફ ના થાય. સાથે જ લગ્ન પછી પણ પાર્ટનરની દરેક નાની-મોટી વાતોનો ખ્યાલ રાખો. તેને ફીલ કરાવો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો.


પાર્ટનર પર વિશ્વાસ કરો

પરસ્પરનો વિશ્વાસ જ સબંધને ગાઢ બનાવે છે. જો પાર્ટનર ભરોસો નહીં હોય તો સાથે રહેવાનું મુશ્કેલ થઇ જશે. વિશ્વાસ હોય તો બંનેને એકબીજાની સારી બાબતો દેખાય છે અને ખરાબ વાતો તરફ દુર્લક્ષ્ય થઇ શકે છે.

પાર્ટનર સાથે વાતચીત કરો

વાતચીત કરવાથી જ એકબીજાની સારી-નરસી બાબતો જાણી શકાશે. કોઈ તકલીફ હોય તો એનો વાતચીતથી જ ઉકેલી આવી શકે છે.

 રિસ્પેક્ટ આપો

પતિ-પત્ની બંનેએક એકબીજાને રિસ્પેક્ટ  આપવો જોઈએ. જો તમે એમને રિસ્પેક્ટ નહી આપો તો પ્રેમ પણ નહીં કરી શકો. લગ્નજીવનમાં મીઠાશ રહે તે માટે બંનેએ એકબીજાને સમ્માન આપવું જોઈએ. 



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UZtBuF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages