પુત્રી પર વ્યાજખોરોની નજર ન પડે તે માટે ઘરમાં ધસી આવતા વ્યાજખોરોથી છૂટવા મહિલાએ દાગીના ગીરવે મુકી દીધા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 12 March 2019

પુત્રી પર વ્યાજખોરોની નજર ન પડે તે માટે ઘરમાં ધસી આવતા વ્યાજખોરોથી છૂટવા મહિલાએ દાગીના ગીરવે મુકી દીધા

વડોદરા,તા.11 માર્ચ,2019,સોમવાર

વ્યાજની રકમ વસૂલવા માટે ઘરમાં ઘૂસી આવતા મયંક બ્રહ્મભટ્ટ અને તેના સાગરીતોથી વાજ આવી ગયેલી મહિલાએ પોતાની પુત્રીને વ્યાજખોરોની નજરથી બચાવવા માટે દાગીના ગીરે મુકી વ્યાજ સાથે રકમ ચૂકવી દીધી હોવા છતાં તેમણે ઘરમાં આવીને વારંવાર મુદ્દલ હજી બાકી છે..તેમ કહી ધમકીઓ આપવા માંડતા આખરે મહિલાએ આજે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

સમા વિસ્તારની મહિલાએ કહ્યુ હતું કે,અમે વ્યાજે રૃા.૨.૫૦ લાખ મહિને ૨ ટકાના વ્યાજે લીધા હતા.પરંતુ ખોડલ કન્સ્ટ્રક્શનની ઓફિસ ધરાવતો મયંક બ્રહ્મભટ્ટ અઠવાડિયામાં જ મારે ઘેર આવ્યો હતો અને અઠવાડિયાનું ૧૦ ટકા લેખે રૃા.૨૫ હજાર વ્યાજ માંગી ધાંધલ મચાવતા તેને રૃા.૨૫ હજાર ચૂકવી દીધા હતા.

ત્યારબાદ ફરીથી નાણાંની જરૃર પડતાં મયંકે રૃા.૨ લાખ લખાણ કરી આપ્યા હતા.આમ,રૃા.૪.૫૦ લાખનું તેણે ફરી રૃા.૪૫ હજાર વ્યાજ માંગતા તેની સાથે રકઝક થઇ હતી.આખરે તેની ધમકીથી વાજ આવી જઇ મહિલાએ ગોત્રીની બેન્કમાં દાગીના મુકી રૃા.૪.૬૦ લાખ મયંકને ચૂકવી દીધા હતા.

આમ લીધેલી તમામ રકમ વ્યાજ સાથે ચૂકવી હોવા છતાં મયંક અને તેના ભાઇ સાગર, વિશાલ, મોનુ અને અન્ય એક સાગરીત ધમકીઓ આપી મુદ્દલ વસૂલવા ધમકી આપી રહ્યા છે. 

મહિલાએ પોલીસ કમિશનરને કહ્યું છે કે,મયંકે અમારી પાસે લખાણ લખાવી ચેકો લીધા હતા.આ સાથે કારની ઓરિજિનલ આરસી બુક પણ પોતાની પાસે રાખી હતી.જે રકમ ચૂકવે થી પરત કરવાનો હતો.પરંતુ આજ સુધી તેણે આરસી બુક આપી નથી.

લોકલ પોલીસ મારી સાથે છે..મોનુ ટ્રિપલ મર્ડર કરીને આવ્યો છે

મહિલાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૬-૪-૨૦૧૪ના રોજ સાગર,મોનુ અને એક અજાણ્યો મારે ત્યાં આવ્યા હતા.સાગરે કહ્યું હતું કે,મોનું હાલમાં જ ટ્રિપલ મર્ડર કેસમાં જેલમાંથી આવ્યો છે.જ્યારે,મયંકે ફોન કરીને કહ્યું હતું કે,અમને અન્ડર એસ્ટિમેટ કરીશ નહી.લોકલ પોલીસ મારી સાથે છે.સત્તર ગુના નોંધાઇ ચૂક્યા છે.તારો અઢારમો ગુનો નોંધાશે.મને જેલનોપણ અનુભવ છે.

મયંક મહિલાને ફેસબુક મેસેન્જર પર મેસેજ મોકલતો હતો

મયંક સામે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરનાર મહિલાએ કહ્યું છે કે,મયંકનો સાગરીત ગમે તે ઘડીએ આવી જતો હતો.એક વાર મધરાતે તેણે સતત ડોરબેલ વગાડયા કરતાં મારી પુત્રી અને સસરા ખૂબ ગભરાઇ ગયા હતા.મયંક મને પણ ફેસબુક પર રિક્વેસ્ટ મોકલી મેસેન્જર પર મેસેજ મોકલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NXsHw6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages