ધોરાજીમાં 'ભાજપ આવે છે' એવા કોંગી ધારાસભ્યનાં નામે લાગ્યા પોસ્ટર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

ધોરાજીમાં 'ભાજપ આવે છે' એવા કોંગી ધારાસભ્યનાં નામે લાગ્યા પોસ્ટર



ધોરાજી, તા. 24 માર્ચ 2019, રવિવાર

ધોરાજીમાં કોંગી ધારાસભ્ય વિરૂધ્ધ વધુ એક વખત પોસ્ટર સ્ટન્ટ થયો છે, જેમાં હવે તેમના નામે કોઇએ 'ભાજપ આવે છે'  એવા લખાણ અને ફોટા સાથેનાં પોસ્ટર લગાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. 

ધોરાજીમાં નેશનલ હાઇવે ઉપર આવેલા પુલમાં આજે કોઇએ વિવાદિત પોસ્ટર લગાવ્યા હતા. જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપપ્રમુખમંત્રી નીતિન પટેલની સાથે કોંગી ધારાસભ્ય લલીત વસોયાનો પણ ફોટો મુકીને 'ભાજપ આવે છે...' એવા લખાણ સાથે ભાજપને મત આપવાની વિનંતીનો ઉલ્લેખ પણ કરાતા ચકચાર જાગી છે. 

આ મામલે કોંગી ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું કે, મારી વિરૂધ્ધ અગાઉ પણ આવી હાસ્યાસ્પદ ટીખળો થઇ ચુકી છે. કોઇ માનસિક વિકૃતો આવી હીન હરકતો કરી રહ્યા છે.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6cjiv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages