લાઠી પંથકમાંથી 31 બાઈક સાથે ઉઠાવગીર ગેંગના 6 શખ્સો ઝબ્બે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

લાઠી પંથકમાંથી 31 બાઈક સાથે ઉઠાવગીર ગેંગના 6 શખ્સો ઝબ્બે


બાબરા, તા. 24 માર્ચ 2019, રવિવાર

અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં દિન પ્રતિદિન બાઈક ચોરીના બનાવો સામાન્ય બની જતા અને બાઈક ચોર આંખના પલકારામાં પોતાનો કસબ અજમાવી સૌ કોઈને વિચારતા કરતા હોવાના અનેક કિસ્સા ધ્યાને રાખી અમરેલી પોલીસે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામની સીમમાંથી જુદી જુદી કંપનીના ૩૧ બાઈક સાથે ૬ તસ્કરોની ૧૨.૫૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. વિવિધ જીલ્લામાં નોંધાયેલ બાઈક ચોરીના ૫૦થી વધુ ગુનાનો ભેદ ખુલ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ (૧) ઘનશ્યામ ભુપતભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭, ધંધો ખેત મજુરી, રહે. સરકારી પીપળવા, તા. લાઠી, જિ. અમરેલી) (૨) નિલેષ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ. ૩૧, ધંધો સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. મુળ બોટાદ, હાલ રહે. રાજકોટ) (૩) તબરેજ કાદરભાઈ કારીયાણી (ઉ.વ. ૨૫, ધંધો, સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. મુળ બોટાદ, હાલ રહે. રાજકોટ) (૩) તબરેજ કાદરભાઈ કારીયાણી (ઉ.વ. ૨૫, ધંધો સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. બોટાદ, પાવરહાઉસ પાસે, પરા) (૪) અતુલ શામજીભાઈ જમોડ (ઉ.વ. ૨૩, ધંધો હીરા ઘસવાનો, મજુરી કામ, રહે. હડદડ, ભદ્રાવડી રોડ, તા. બોટાદ, જિ. બોટાદ) (૫) કિશન નટુભાઈ હરિપરા (ઉ.વ. ૨૧, ધંધો અભ્યાસ, રહે. ઉગામેડી, સરદાર પટેલ સ્કુલ સામે, તા. ગઢડા, જિ. બોટાદ) (૬) પાર્થ લક્ષ્મણભાઈ જાંબુકીયા (ઉ.વ. ૨૫, ધંધો અભ્યાસ તથા કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન, રહે. હાલ બોટાદ, એમ.ડી. સ્કુલ પાછળ, આનંદધામ બંગ્લોઝ) પાસે, મુળ રહે. પાણવી, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કીંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવી ચોરી કરતા હતા તેમજ કોઈ જગ્યાએ કોઈ રહેણાંક બહારથી મોટર સાયકલ ચોરવાનું હોય ત્યાં ઘર માલિક ઘર બહાર આવી ન જાય તે માટે તેવા મકાનની બહારની સ્ટોપર આલ્ડ્રાફ બંધ કરી, ડુપ્લીકેટ ચાવી લગાડી બાઈકની ચોરી કરવાના ઈરાદે અવરોધ ઉભો કરી મોટરસાયકલ ચોરી કરી લઈ જતા હતા અને ચોરીના મોટર સાયકલોની ડુપ્લીકેટ આરસી બુક બનાવી, ખોટી અને બનાવટી આર.સી. બુકને સાચી બતાવી તેમજ ચોરીની મોટરસાયકલો બેન્ક લોનના હપ્તા નહીં ભરનારની સીઝ કરેલી અને હરરાજીમાંથી મેળવેલ હોવાનું ખરીદદારને જણાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી મેળવવાના ઈરાદાથી ચોરી કરતા હતા.


આરોપીઓ પાસેથી રોયલ એન્ફીલ્ડ બુલેટ-૨, હોન્ડા એક્ટીવા-૧૯, હીરો સ્પ્લેન્ડર પ્લસ-૪, બજાજ પ્લેટીના-૧, હીરો પ્લેઝર-૧, ટીવીએસ જ્યુપીટર-૧, બજાજ પલ્સર-૧, બજાજ એવેન્જર ૧, હોન્ડા શાઈન ૧ મળી કુલ ૩૧ મોટરસાયકલ કિ. રૂ. ૧૨,૫૦,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JInCJB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages