(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર
નવી સિવિલ હોસ્પિટલમાં આજે સવારે યુવાનના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટર ચોંકી ઉઠ્યા હતા કે મૃતક યુવાનની કિડની ક્યાં ગાયબ થઈ ગઈ. દોઢ-બે કલાક સુધી સતત પોસ્ટ મોર્ટમ દરમિયાન ખબર પડી કે યુવાનની કિડની પોતાની મૂળ જગ્યાએથી દૂર હતી અને પણ બંને કિડની સાથે હતી.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરામાં આવેલા ગગોત્રી નગરમાં રહેતા 42 વર્ષ વિનોદભાઈ વિશુન સિંગ ગઈકાલે રાત્રે ઘરમાં છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેથી સારવાર માટે તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી તેમના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો હતો.
દરમિયાન આજે સવારે પોલીસ તેમના પોસ્ટમોર્ટમ કરવાના કાગળિયા તૈયાર કરીને સિવિલ તાત્કાલિક સારવાર વિભાગમાં સી.એમ.ઓ પાસે આવ્યા હતા. જેથી ડોક્ટર ઓન કાર ચૌધરી પોસ્ટમોર્ટમ રૂમમાં જઈને વિનોદભાઈનું પોસ્ટમોર્ટમ પ્રકિયા શરૂ કરી હતી. સિવિલ ડોક્ટર ઓન કાર ચૌધરીએ જણાવ્યું હતું કે તેનું મોત છાતીમાં દુખાવા થી થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે પણ તેના લીધેલા સેમ્પલોના રિપોર્ટ મોતનું સાચું કારણ જાણવા મળશે. મહત્વની વાત તો એ છે કે કિડનીના સેમ્પલ પણ જરૂરી હતા. તેથી કિડની જ્યાં હોય ત્યાં મૂળ જગ્યા પર જઈને કિડની શોધી હતી પણ તે જગ્યા પર કિડની નહીં મળતા તેમના સંબંધીઓને પૂછ્યું હતુ કે તેની કોઈ સર્જરી કરવામાં આવી હતી. જેથી તેમના સંબંધીઓએ કોઈનું કોઈ સર્જરી કરાવી નથી. તેથી ફરી ડોક્ટર પોસ્ટમોર્ટમ રૂમમાં જઈને તેની કિડનીની શોધખોળ શરૂ કરી હતી પણ તેમને કિડની નજરે ચડી ન હતી.
એકબાજુ એમના મનમાં એવું હતું તે કિડની વગર માણસ જીવી શકે નહીં અને કિડની ક્યાં ગઈ. જોકે કિડની અંગે મુંઝવણમાં પડેલા હોવાથી તેમણે ફોરેન્સિક વિભાગના ડોક્ટર પરેશભાઈનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંને ડોક્ટરે થઈને કિડનીની શોધખોળ શરૂ કરી હતી. આખરે તેમને દોઢ-બે કલાક પછી સફળતા મળતા રાહતનો શ્વાસ લીધો હતો પોતાની મૂળ જગ્યાથી દોઢથી બે ફૂટ દૂર હટી એટલું જ નહીં પણ બંને કિડની સાથે મળતા તબીબો પણ ચોંકી ઉઠયા હતા.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YqxAT9
No comments:
Post a Comment