એવેંજર્સ એન્ડગેમમાં રહેમાનું ગીત ઉમેરાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

એવેંજર્સ એન્ડગેમમાં રહેમાનું ગીત ઉમેરાશે


લોસ એંજલ્સ/ મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર

સિનિયર ટ્રેડ પંડિત તરણ આદર્શે ટ્વીટર પર જણાવ્યું હતું કે મોઝાર્ટ ઑફ મદ્રાસના હુલામણા નામથી જાણીતા સંગીતકાર ઓસ્કાર એવોર્ડ વિજેતા એ આર રહેમાને સ્વરબદ્ધ કરેલું એક ગીત હોલિવૂડની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ એવેંજર્સઃ એન્ડ ગેમમાં સાંભળવા મળશે.

આ માસના આરંભે આ ફિલ્મનંુ ટ્રેલર રિલિઝ થયું હતું અને એને દુનિયાભરમાં જોરદાર પ્રતિભાવ મલ્યો હતો. હોલિવૂડનો લગભગ દરેક સુપરસ્ટાર આ ફિલ્મમાં ચમકી રહ્યો છે. આ ફિલ્મમાં કેપ્ટન અમેરિકા, થોર, બ્લેક વીડો, હૉકી, આયર્ન મેન અને એન્ટમેન પણ જોવા મળશે.

દરમિયાન, ફિલ્મ સર્જકોએ એ આર રહેમાનને પણ આમંત્રણ મોકલ્યું હતું કે આ ફિલ્મ માટે તમે એકાદ ગીત તૈયાર કરો. રહેમાને આ આમંત્રણ સ્વીકાર્યું હતું અને એક ગીત તૈયાર કર્યું હતું જે ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યું હતું. 

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની સુપરહીરો સિરિઝની 22 ફિલ્મોમાં આ છેલ્લી મેગાફિલ્મ છે. આ ફિલ્મથી કેપ્ટન અમેરિકા જેવાં કેટલાંક પાત્રો પણ ખતમ થઇ જવાનાં છે. રહેમાનના ગીતવાળી આ ફિલ્મ એપ્રિલની 26મીએ એટલે કે બરાબર એક મહિના પછી રજૂ થવાની છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wl63AM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages