
નવી દિલ્હી / મુંબઇ તા.26 માર્ચ 2019, મંગળવાર
ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ લવ આજ કલ ટુ કરી રહેલી જોડી કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેની કેમિસ્ટ્રી વખણાઇ રહી છે પરંતુ સારાના વાનરવેડા ક્યારેક કાર્તિકને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકી દે છે. હાલ લવ આજ કલ ટુનું શૂુટિંગ પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહ્યું છે.
સારા અને કાર્તિક બંને ફિલ્મના શૂટિંગ દરમિયાન મજાક મસ્તી પણ કરતાં રહે છે. બંને વચ્ચે અફેર હોવાનું કોઇ પણ વ્યક્તિને સમજાઇ જાય એવું છે. નવરાં પડે ત્યારે બંને જણ બાઇક પર દિલ્હીની સડકો પર લટાર મારવા નીકળી પડે છે.
તાજેતરમા એવું બન્યું કે કાર્તિક સંકોચભરી સ્થિતિમાં મૂકાઇ ગયો હતો. વાત એવી બની કે બંને જણ દિલ્હીની સડકો પર બાઇક ઘૂમાવી રહ્યાં હતાં ત્યારે અચાનક કાર્તિકની પાછળની સીટ પર બેઠેલી સારા કાર્તિક કાર્તિક એવી બૂમો પાડવા લાગી એટલે સડક પરના રાહદારીઓ અને વાહન ચાલકોનું ધ્યાન એ બંને તરફ ગયું. કેટલાક લોકોએ સારાની બૂમાબૂમ સામે મોં મચકોડયું તો કેટલાકે હોઠ પર પહેલી આંગળી મૂકીને ચૂપ રહેવાનો સંકેત પણ કર્યો કે આ રીતે સડક પર બૂમાબૂમ કેમ કરે છે ?
સારા તો પોતાની મસ્તીમાં હતી એટલે એણે કંઇ એ તરફ ધ્યાન આપ્યું નહીં પણ કાર્તિક મૂંઝાઇ ગયેલો દેખાતો હતો. એ સડકની વચ્ચોવચ બાઇક રોકીને સારાને ચૂપ રહેવા સમજાવે એટલીવારમાં તો ચાહકોની ભીડ જામી જાય તો તકલીફ વધે અને સારાની સિક્યોરિટીનો પ્રોબ્લેમ થાય. એ બને એટલી શાંતિથી બાઇક ચલાવતાં ચલાવતાં સારાને શાંત બેસવાનું કહેતો રહ્યો પરંતુ સારા સાંભળે તો ને !
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OnUaqU
No comments:
Post a Comment