સુરત: ખટોદરા પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરના અંતરે જુગાર રમતાં પાંચ શ્રમજીવીઓને કંટ્રોલ રૂમની સ્કવોડે ઝડપી પાડયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 26 March 2019

સુરત: ખટોદરા પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરના અંતરે જુગાર રમતાં પાંચ શ્રમજીવીઓને કંટ્રોલ રૂમની સ્કવોડે ઝડપી પાડયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર

ખટોદરા પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરના અંતરે યુનિક હોસ્પિટલ બીઆરટીએસ બસ સ્ટેન્ડની બાજુમાં અંબાનગરની ગલીના નાકે જાહેરમાં જુગાર રમતા પાંચ શ્રમજીવીઓને કંટ્રોલ રૂમની સ્કવોડે ઝડપી પાડી રોકડા રૂ. ૧૦,૪૬૦ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૦,૯૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમની સ્કવોડ ને મળેલી બાતમીના આધારે ગત સાંજે સ્કવોડે ખટોદરા યુનિક હોસ્પિટલ બીઆરટીએસ બસ સ્ટેન્ડની બાજુમાં અંબાનગરની ગલીના નાકે જાહેરમાં જુગાર રમતા પાંચ શ્રમજીવીઓને ઝડપી પાડયા હતા. મૂળ બિહાર અને ઝારખંડના શ્રમજીવીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૧૦,૪૬૦ અને ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ.૩૦,૯૬૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે કંટ્રોલ રૂમની સ્કવોડે જે સ્થળેથી શ્રમજીવીઓને જુગાર રમતા ઝડપી પાડયા ત્યાંથી ખટોદરા પોલીસ મથક માત્ર એક કિલોમીટરના અંતરે છે. ભૂતકાળમાં પણ સ્થાનિક પોલીસને ખબર જ ન પડી હતી અને કંટ્રોલ રૂમની સ્કવોડે જુગાર ઝડપી પાડયો હતો.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TxZtoD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages