સુરત, તા. 25 માર્ચ 2019 સોમવાર
બિટસ્ટ્રેડર્સ કંપનીના સંચાલકો દ્વારા બી એસ એસ ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં સુરત સીઆઇડી ક્રાઇમે કંપનીના 3 સોફ્ટવેર એન્જિનિયર તથા ડેવલોપરની ધરપકડ કરી રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીઓના રિમાન્ડ નકારી જેલ ભેગા કર્યા હતા.
હાલ જેલવાસ ભોગવતા બિટસ્ટ્રેડર્સ કંપનીના કંપનીના આરોપી કર્મચારી વિજય વેકરીયા મનોજ ગોધાણી તથા વૈભવ જામીન મુક્તિ માટે માગ કરી હતી.જેમાં મુખ્યત્વે આરોપીઓ કંપનીના સોફ્ટવેર એન્જિનિયર હોય સીઆઇડી ક્રાઇમે સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દીધા હોવાનું બચાવ પક્ષે આક્ષેપ કર્યો હતો.
આજરોજ ત્રણેય આરોપીઓના જામીનના વિરોધમાં સીઆઇડી ક્રાઇમે એફિડેવિટ રજૂ કરવા માટે કોર્ટ સમક્ષ મુદત માગી છે. જેથી કોર્ટે ત્રણેય આરોપીઓના જમીનની વધુ સુનાવણી આવતીકાલે તારીખ 26મી માર્ચના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YpSstZ
No comments:
Post a Comment