મુંબઈ,તા. 25 માર્ચ, 2019, સોમવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. ભાવુ સૂસ્ત બોલાયા હતા. વિશ્વ બજારના સમાચાર પણ નિરુત્સાહી હતા. મલેશિયામાં પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૨૮, ૨૫, ૨૭ તથા ૨૭ પોઈન્ટ માઈનસમાં બંધ હતો પામ પ્રોડકટના ભાવ જોકે અઢી ડોલર ઉંચા બોલાયા હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો સાંજે પ્રોજેકશનમાં ૫થી ૬ પોઈન્ટ નરમ હતો.
મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના ઘટી રૂ.૫૯૨ તથા જેએનપીટીના રૂ.૫૯૦ હતા. વેપારો છૂટાછવાયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ૫૧૭ જ્યારે વાયદા બજારમાં સીપીઓના ભાવ સાંજે રૂ.૫૨૦.૩૦ તથા સોયાતેલ વાયદાના ભાવ રૂ.૭૩૪.૫૦ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના ૯૮૫ના મથાળે અથડાતા હતા બજારના આંતરપ્રવાહો નરમ હતા. સિંગદાણામાં આગળ ઉપર એપ્રિલ ૧૫ પછી વિવિધ મથકોએ ઉનાળુ પાકની આવકો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવ નરમ હતા. ત્યાં ભાવ રૂ.૯૫૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના ૧૫૩૦થી ૧૫૪૦ બોલાયા હતા.
ત્યાં આજે કોટન વોશ્ડના ભાવ પણ વધતા અટકી રૂ.૭૧૫થી ૭૧૮ વાળા ફરી નીચા ઉતરી રૂ.૭૦૭થી ૭૧૦ રહ્યાના સમાચાર હતા. આઈટીએસના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં ૧.૨૮ ટકા વધી ૧૧૫૨૩૭૯ ટન થઈ છે. મુંબઈમાં આજે કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૫ વાળા ૭૫૨ હતા.
સોયાતેલના ભાવ ડિગમના રૂ.૬૯૫ તથા રિફા.ના ૭૪૫ વાળા ૭૪૩ હતા. સનફલાવરના ભાવ ૭૧૫ તથા રિફા.ના રૂ.૭૭૦ હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૭૦ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૨૧૦ હતા. દિવેલના ભાવ રૂ.પાંચ ઘટી કોમર્શિયલના રૂ.૧૦૮૦, એફએસજીના રૂ.૧૦૯૦ તથા એફએસજી કંડલાના રૂ.૧૦૭૦ બોલાતા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૨૭૫ વાળા રૂ.૫૨૫૦ હતા.
મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળનાભાવટનના રૂ.૩૨૫૫૫થી ૩૨૫૬૦ વાળા વધુ ઘટી રૂ.૩૨૩૪૫થી ૩૨૩૫૦ બોલાયા હતા. જ્યારે અન્ય ખોળોમાં વધઘટ આજે સાંકડી જોવા મળી હતી. મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન ૨૦ દિવસમાં આશરે ૦.૭૬ ટકા ઘટયું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CzCcx2
No comments:
Post a Comment