ફેબુ્રઆરીના નીચા મથાળેથી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૭.૮%નો સંગીન સુધારો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

ફેબુ્રઆરીના નીચા મથાળેથી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૭.૮%નો સંગીન સુધારો

અમદાવાદ, તા. 25 માર્ચ, 2019, સોમવાર

વિદેશી રોકાણકારોની એકધારી નવી લેવાલી પાછળ તાજેતરમાં શેરબજારમાં ઊદ્ભવેલ તેજીમાં છેલ્લા દસ-પંદર દિવસ દરમિયાન સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમાં પણ સુધારો જોવાયો છે. જેના પગલે ફેબુ્રઆરીના નીચા મથાળેથી સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૭.૮ ટકાનો સંગીન સુધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં શેરબજારમાં નિકળેલ નવી લેવાલી પાછળ પસંદગીના સ્મોલકેપ-મિડકેપ શેરો ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયા છે. ઉદ્ભવેલ આ તેજીના પગલે ફેબુ્રઆરીના નીચે મથાળાથી અત્યાર સુધીમાં બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૭.૮ ટકા વધ્યો છે. તો બીજી તરફ મીડકેપ ઈન્ડેક્સ ૫.૨ ટકા વધ્યો છે. જ્યારે આ સપ્તાહમાં સેન્સેક્સમાં ૬.૪ ટકાનો સુધારો થયો છે.

ઉપલબ્ધ ડેટા મુજબ સુચિત સમયમાં બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં સામેલ ૨૪ જેટલા શેર ઓલટાઈમ હાઈ પહોંચ્યા હતા. જ્યારે મીડકેપ ઈન્ડેક્સમાં સામેલ ૬ શેરો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જેમાં બજાજ હોલ્ડિંગ, ડિવીસ લેબ., હેવેલ્સ, મુથોટ ફાઈનાન્સ, પ્રોક્ટર-ગેમ્બલ અને આરબીએલ બેંકનો સમાવેશ થાય છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UWPzOT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages