વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલ પાછળ ફોરેન ફંડોનું શેરોમાં મોટું ઓફલોડિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ તૂટીને 37809 - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલ પાછળ ફોરેન ફંડોનું શેરોમાં મોટું ઓફલોડિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ તૂટીને 37809

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 માર્ચ, 2019, સોમવાર

વૈશ્વિક મોરચે ગત સપ્તાહમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને વર્ષ ૨૦૧૯ના બાકી સમયમાં પણ વ્યાજ દરમાં વધારો નહીં થવાના સંકેત આપ્યા સાથે આર્થિક વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકતાં  અને વૈશ્વિક આર્થિક વૃદ્વિના નબળા અંદાજ બાદ અમેરિકાની બજેટ ખાધ વધીને આવતાં અને જર્મની, ફ્રાંસના ઔદ્યોગિક-આર્થિક આંકડા નબળા આવતાં તેમ જ બ્રેક્ઝિટ મામલે હજુ અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં ભારતીય શેર બજારોમાં પણ આજે ગાબડાં પડયા હતા. એફ એન્ડ ઓમાં ચાલુ સપ્તાહ માર્ચ વલણના અંતનું હોવાથી અને પાછલા દિવસોમાં ફોરેન ફંડોએ અવિરત ખરીદી કરતાં રહીને આક્રમક તેજી કરતાં સર્જાયેલી ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. વૈશ્વિક આર્થિક મંદ વૃદ્વિના અંદાજની સાથે ભારતમાં  પણ હવે લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા હોઈ પાછલા દિવસોમાં જોવાયેલી પ્રિ-ઈલેકશન તોફાની તેજીનો દોર અટકતો જોવાયો હતો. પાછલા સપ્તાહમાં છેલ્લા બે દિવસ બજારે નરમાઈ બતાવ્યા બાદ આજે મોટા ગાબડાં પડયા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે બે-તરફી વધઘટના અંતે આજે સાંજે સ્થિરતા બતાવી રહ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવ વૈશ્વિક આર્થિક મંદીની તીવ્રતાના અહેવાલે ઘટીને બ્રેન્ટ ૬૭ ડોલરની અંદર આવી ગયા હતા. બેંકિંગ, ઓટોમોબાઈલ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૩૮૦૦૦ની  સપાટી ગુમાવીને અંત ૩૫૫.૭૦ પોઈન્ટ તૂટીને ૩૭૮૦૮.૯૧ અને નિફટી સ્પોટ ૧૦૨.૬૫ પોઈન્ટ ગબડીને ૧૧૩૫૪.૨૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સે ૩૮૦૦૦ની સપાટી ગુમાવી : નીચામાં ૩૭૬૬૭ સુધી ખાબકી અંતે ૩૫૬ પોઈન્ટ ગબડીને ૩૭૮૦૯

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. ફોરેન ફંડોની છેલ્લા કેટલાક દિવસથી તોફાની તેજી બાદ ગત સપ્તાહના અંતિમ દિવસોથી તેજીની તીવ્રતા મંદ પડયા બાદ વૈશ્વિક બજારોની આજે સાર્વત્રિક નરમાઈના કારણે સેન્સેક્સ આગલા બંધ ૩૮૧૬૪.૬૧ સામે ૩૮૦૧૬.૭૬  મથાળે ખુલીને આરંભથી  જ નરમાઈ તરફી થઈ જઈને બેંકિગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ અને લાર્સન એન્ડ ટુબ્રો સહિતના પાવર-કેપિટલ ગુડઝ શેરો અને ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ ડીવીઆર, હીરો મોટોકોર્પ સહિતમાં વેચવાલી થતાં તેમ જ સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૪૯૭.૨૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૭૬૬૭.૪૦ સુધી આવી જઈ અંતે ૩૫૫.૭૦ પોઈન્ટ ગબડીને અંતે ૩૭૮૦૮.૯૧ બંધ રહ્યો હતો. 

નિફટી સ્પોટ ૧૧૩૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : ૧૧૩૧૧ સુધી ખાબકી અંતે ૧૦૩ પોઈન્ટ ઘટીને ૧૧૩૫૪

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૪૫૬.૯૦ સામે ૧૧૩૯૫.૬૫ મથાળે ખુલીને બેંકિંગ શેરોમાં યશ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં ઓફલોડિંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં વેદાન્તા, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કોમાં વેચવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઝી, ઈન્ફ્રાટેલ, યુપીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, આઈટીસી તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ સહિતમાં વેચવાલીએ અને ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો સહિતના આઈટી શેરોમાં નરમાઈએ નીચામાં ૧૦૩૧૧.૬૦ સુધી આવી અંતે ૧૦૨.૬૫ પોઈન્ટ તૂટીને ૧૧૩૫૪.૨૫ બંધ રહ્યો હતો.

માર્ચ વલણના અંતના સપ્તાહમાં નિફટી ફયુચર તૂટીને ૧૧,૩૭૩ : નિફટી ૧૧,૫૦૦નો કોલ ૫૭.૩૫ થી તૂટીને ૧૪.૨૦

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતના સપ્તાહમાં આજે નિફટી બેઝડ ફંડોની ઓવરબોટ પોઝિશન ખંખેરાતી જોવાઈ હતી. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૩,૬૮,૮૩૬ કોન્ટ્રેકટસમાં રૂ.૩૧,૮૬૩.૮૮ કરોડના કામકાજે ૫૭.૩૫ સામે ૩૩.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૬.૩૫ થઈ તૂટીને ૧૨.૬૦ સુધી આવી અંતે ૧૪.૨૦ રહ્યો હતો. નિફટી માર્ચ ફયુચર ૧,૪૧,૬૨૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૦૭૮.૩૦ કરોડના કામકાજે ૧૧,૪૭૨.૪૦ સામે ૧૧,૪૧૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૧૧,૩૩૭.૭૦ સુધી તૂટીને નીચામાં ૧૧,૩૭૩.૭૦ સુધી આવી અંતે ૧૧,૩૭૩.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો પુટ ૩,૪૪,૭૨૮ કોન્ટ્રેકટસમાં રૂ.૨૯,૫૯૮.૧૬ કરોડના કામકાજે ૧૧૩.૮૫ સામે ૭૫.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૧ થઈ નીચામાં ૩૪.૦૫ સુધી આવી અંતે ૪૨.૫૫ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ૨૯,૬૩૮ થી તૂટીને ૨૯,૩૨૦ : નિફટી ૧૧,૦૦૦નો પુટ ૫.૯૫ થી ઉછળીને ૭.૬૫

બેંક નિફટી માર્ચ ફયુચર ૧,૧૩,૭૧૯ કોન્ટ્રેકટસમાં રૂ.૬૬૬૬.૮૫ કરોડના કામકાજે ૨૯,૬૩૮.૫૫ સામે ૨૯,૪૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૪૧૯.૮૫ થઈ ઘટીને ૨૯,૨૧૧.૩૦ સુધી આવી અંતે ૨૯,૩૨૦ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો પુટ ૨૧.૧૫ સામે ૩૪ મથાળે ખુલીને ઉપરમાં ૫૪.૯૦ સુધી જઈ અંતે ૩૦.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો પુટ ૧૦.૩૫ સામે ૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૨.૩૦ થઈ ઘટીને ૧૨.૧૦ સુધી આવી અંતે ૧૨.૩૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૮૭,૧૭૫ કોન્ટ્રેકટસમાં રૂ.૭૧૯૫.૧૦ કરોડના કામકાજે ૫ સામે ૫.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૭.૬૫ થઈ ઘટીને ૩.૮૫ સુધી આવી અંતે ૩.૯૫ રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૧૧,૫૩૮.૪૫ સામે ૧૧,૪૭૧.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૪૭૯.૯૫ થઈ તૂટીને ૧૧,૪૦૫.૦૫ સુધી આવી અંતે ૧૧,૪૩૮ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૨૯,૭૭૯.૨૫ સામે ૨૯,૫૪૪.૨૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૯,૫૮૩.૫૫ સુધી આવી ઘટીને ૨૯,૩૪૦.૪૫ સુધી જઈ અંતે ૨૯,૪૫૮ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં વેચવાલી  : યશ બેંક, આઈસીઆઈસીઆઈ, કોટક બેંક, એક્સીસ, ફેડરલ, બીઓબી, સ્ટેટ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત વ્યાપક વેચવાલી રહી હતી. યશ બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૨૪૭, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૧૦ ઘટીને રૂ.૩૮૩.૫૦, કોટક મહિનદ્રા બેંક રૂ.૨૫.૬૦ ઘટીને રૂ.૧૩૦૮.૮૦, એક્સીસ બેંક રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૭૪૩.૮૫, ફેડરલ બેંક રૂ.૧.૫૫ ઘટીને રૂ.૮૮.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૧૮.૨૦,  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૩૦ ઘટીને રૂ.૨૯૩.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૫.૮૫ ઘટીને રૂ.૧૬૮૪.૪૫, એડલવેઈઝ રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૧૮૫.૭૦, જીઓજીત ફીન રૂ.૨.૧૫ ઘટીને રૂ.૩૯.૯૦, બિરલા મની રૂ.૨.૦૫ ઘટીને રૂ.૪૫.૧૦, સેન્ટ્રલ બેંક રૂ.૧.૪૦ ઘટીને રૂ.૩૨.૧૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૮૬.૦૫, ઈક્વિટાસ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૧૨૯.૦૫, આઈઆઈએફએલ રૂ.૧૫.૬૦ ઘટીને રૂ.૪૨૪.૭૫, ઈન્ડિયન બેંક રૂ.૯.૦૫ ઘટીને રૂ.૨૫૪.૬૫, મન્નપુરમ ફાઈનાન્સ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૧૮.૬૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૬.૯૦ ઘટીને રૂ.૮૩૧.૪૫, બજાજ હોલ્ડિંગ ફાઈનાન્સ રૂ.૧૧૭.૫૫ ઘટીને રૂ.૩૨૫૮.૫૦, મેગ્મા રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૦૭.૭૦, અલ્હાબાદ બેંક રૂ.૧.૫૫ ઘટીને રૂ.૫૨.૬૦, ડીએચએફએલ રૂ.૩.૪૦ ઘટીને રૂ.૧૩૦.૩૦, આઈડીએફસી ફર્સ્ટ રૂ.૧.૧૦ ઘટીને રૂ.૫૧.૬૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૪૮ રહ્યા હતા.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું સતત ઓફલોડિંગ : કયુમિન્સ,  ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા, એકસાઈડ, આઈશર ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એકંદર મજબૂત જળવાઈ રહ્યા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર મજબૂત રહેતાં અને વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મંદ વૃદ્વિએ આજે ઓટો શેરોમાં ફંડોનું સતત ઓફલોડિંગ થયું હતું. કયુમિન્સ ઈન્ડિયા રૂ.૩૧.૮૦ તૂટીને રૂ.૭૨૦.૧૦, ટાટા મોટર્સ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૭૧.૩૫, અશોક લેલેન્ડ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૮૭.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૬૬૪,૩૯, એકસાઈડ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૨૧૭.૪૦, ભારત ફોર્જ રૂ.૭.૧૦ ઘટીને રૂ.૪૮૭.૯૦, આઈશર મોટર્સ રૂ.૨૬૩.૨૦ ઘટીને રૂ.૨૧,૧૮૨, મધરસન સુમી રૂ.૧.૭૦ ઘટીને રૂ.૧૪૪.૩૫, અપોલો ટાયર રૂ.૨.૧૫ ઘટીને રૂ.૨૧૩.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૨૫.૦૫ ઘટીને રૂ.૨૫૮૦.૨૦, એમઆરએફ રૂ.૪૭૬.૨૦ ઘટીને રૂ.૫૬,૦૩૧.૫૫, મારૂતી સુઝુકી રૂ.૩૪.૫૫ ઘટીને રૂ.૬૫૨૩.૪૫, બોશ રૂ.૮૬.૪૫ ઘટીને રૂ.૧૮,૧૮૧.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૦૯.૭૬ પોઈન્ટ તૂટીને ૧૮૫૮૮.૬૭ બંધ રહ્યો હતો. 

ટેલીકોમ-આઈટી-સોફટવેર શેરોમાં નરમાઈ : આઈડીયા, આરકોમ, ઝી, એમ્ફેસીસ, સન ટીવી, વિપ્રો, ટીસીેએસ ઘટયા

ટેલીકોમ-આઈટી સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. ટીસીએસ રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૧૯૮૬.૯૦, ઈન્ફોસીસ રૂ.૬.૩૫ ઘટીને રૂ.૭૩૫.૮૦, એમ્ફેસીસ રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૯૪૯.૬૫, વિપ્રો રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૫૬.૬૫, આઈડીયા રૂ.૧.૯૦ ઘટીને રૂ.૩૦.૨૦, ડીશ ટીવી રૂ.૨.૦૫ ઘટીને રૂ.૩૪.૮૦, ઝી રૂ.૧૮ ઘટીને રૂ.૪૧૭.૨૫, ઈન્ફ્રાટેલ રૂ.૧૦ ઘટીને રૂ.૩૦૭.૧૫, ટાટા કોમ્યુનિકેશન રૂ.૯.૩૦ ઘટીને રૂ.૫૯૨.૬૫ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલ ફરી ઘટીને બ્રેન્ટ ૬૭ ડોલરની અંદર : આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા

વૈશ્વિક મંદીના અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં રહીને આજે બ્રેન્ટ ક્રુડ સાંજે ૬૭ ડોલરની અંદર ઊતરી જતાં ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આઈઓસી રૂ.૭.૪૦ વધીને રૂ.૧૬૪.૧૦, ઓએનજીસી રૂ.૫.૯૫ વધીને રૂ.૧૫૮.૫૦, એચપીસીએલ રૂ.૬.૩૦ વધીને રૂ.૨૭૪.૪૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૩.૬૫ વધીને રૂ.૧૭૬.૦૫, બીપીસીએલ રૂ.૪.૩૦ વધીને રૂ.૩૮૩.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૦૫ વધીને રૂ.૩૫૧.૩૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક ગાબડાં : ૧૯૩૨ શેરો નેગેટીવ બંધ : ૨૭૬ શેરોમાં મંદીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી સાવચેતીમાં ફંડો, ખેલંદાઓએ વ્યાપક ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૨ અને વધનારની સંખ્યા ૭૪૭ રહી હતી. ૨૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FIIની ફયુચર્સમાં રૂ.૯૩૮ કરોડની ચોખ્ખી વેચવાલી, કેશમાં રૂ.૧૫૦ કરોડની ખરીદી : DIIની રૂ.૧૩ કરોડની વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં રૂ.૧૫૦.૪૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૫૧૦.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૩૫૯.૮૬ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૯૩૮.૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૫૨.૮૫ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૭૮૫.૨૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨.૫૨ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૩૨૦૭.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૧૯.૭૩ કરોડની વેચવાલી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UWINZs

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages