
- ફોરેન્સીક ડોકટરને તેડાવી શોધખોળ કરાતા બંને કિડની નિયત સ્થાનથી દોઢથી બે ફુટ દુર ખસી ગયેલી જોવા મળી
છાતીમાં દુઃખાવા બાદ મૃત્યુ પામેલા પાંડેસરાના યુવાનના પોસ્ટમોર્ટમ વેળા તેની કીડની નહી દેખાતા ડૉકટરો ચોંકી ગયા હતા. જોકે, બે કલાકના પોસ્ટમોર્ટમ બાદ બંને કીડની તેમના મૂળ સ્થાનથી એક ફુટ જેટલી દુર જોવા મળી હતી. બંને કીડના મૂળ સ્થળે ખસી ગયેલી હતી.
નવી સિવિલમાં પાંડેસરાના ગંગોત્રીનગરમં રહેતા ૪૨ વર્ષીય વિનોદભાઇ બિશુનસીંગના પોસ્ટમોર્ટમ દરમિયાન અજીબ સ્થિતિ ડૉકટરોને જોવા મળી હતી. છાતીમાં દુઃખાવો થતા નવી સિવિલમાં ખસેડાયેલા આ યુવાનને મૃત જાહેર કરાતા કાલે મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મુકાયો હતો. આજે સવારે ડો.ઓમકાર ચૌધરીએ પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. તે દરમિયાન તેમની બંને કિડની નિયત સ્થાન પર નહી મળતા તેઓ ચોંકયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે કિડનીના સેમ્પલ પણ જરુરી હોવાથી તેમના પરિવારને અગાઉ કોઇ સર્જરી થઇ છે કે કેમ ? તે અંગે પુછાયું. પણ પરિવારે ઇન્કાર કર્યો હતો.
જેથી ડોકટર ફરી પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા અને પ્રક્રિયા આગળ ધપાવી હતી. ભારે શોધખોળ છતા બંને કિડની મળતી નહોતી. કિડની વગર માણસ કઇ રીતે જીવી શકે ? તેવા પ્રશ્નો વચ્ચે ફોરેન્સીક વિભાગના ડોકટર પરેશભાઇને તેડાવાયા હતા. બંને ડોકટરોએ કીડની શોધખોળ સરૂ કરી કરી હતી. અને બે કલાક બાદ બંને કિડની નજરે પડી હતી. જે નિયત સ્થાનથી દોઢથી બે ફુટ દુર ખસી ગયેલી હતી. ડોકટરે કહયું કે આ રેર કેસ છે. બંને કિડની જગ્યાએથી આટલી દુર ક્યારેય જોઇ નથી. વિનોદભાઇનું મૃત્યુ છાતીમાં દુઃખાવથી થયાનું પ્રાથમિક તારણ છે. પણ ડિટેઇલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણવા મળશે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YmIEAG
No comments:
Post a Comment