ભાઇની જેમ મતદારોને અંધારામાં રાખી પક્ષ પલ્ટો નહીં કરૂ:ડૉ. ડી. સી. પટેલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 27 March 2019

ભાઇની જેમ મતદારોને અંધારામાં રાખી પક્ષ પલ્ટો નહીં કરૂ:ડૉ. ડી. સી. પટેલ


વલસાડ, તા. 25 માર્ચ 2019, સોમવાર

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી અંબાણી ભાઇઓની વાત જોરશોરમાં છે. હાલમાં વલસાડના સાંસદ અને તેના ભાઇની ચર્ચા જોરમાં છે. ભાજપે ડૉ. કે. સી. પટેલને ફરીથી ટિકીટ અપાતા તેમના ભાઇ ડૉ. ડી. સી. પટેલની નારાજગી છતી થઇ હતી. ત્યારબાદ સોમવારે ડૉ. ડી.સી. પટેલ કોંગ્રેસમાંથી લડે એવી વ્યાપક ચર્ચા ચાલી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે, તેઓ ભાઇની જેમ મતદારોને અંધારામાં રાખી પક્ષ પલ્ટો નહીં કરે.

આ સંદર્ભે વાત કરતાં ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું કે, ડૉ. કે. સી. પટેલે વર્ષ ૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણી ભાજપના ચિન્હ સાથે લડી હતી. અને ભાજપના ધારાસભ્ય હતા, પરંતુ મતદારોને અંધારામાં રાખી પક્ષ પલટો કરી રાજપામાં જતા રહ્યા હતા. સોમવારે ડૉ. ડી.સી. પટેલનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારે ચર્ચામાં હતું.

ત્યારે તેમણે હાલ કોઇ પણ પક્ષ પલ્ટો કરશે નહીં એવું જણાવ્યું હતુ. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ તેમના મિત્ર છે તેમની કારકીર્દીને નુકશાન થાય એવા પગલાં ભરશે નહી. જોકે, હજુ સુધી કોંગ્રેસ કે ભાજપ કોઇ પણ પક્ષે તેમનો કોઇ સંપર્ક કર્યો ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટે પણ તેઓ પોતાના મતદારોની સલાહ લઇને નિર્ણય લેશે એવું જણાવ્યું હતુ. 

બંને ભાઇઓ વચ્ચે પારિવારીક સંબંધો પણ નથી 

ડૉ. ડી. સી. પટેલની નાની દિકરીના લગ્ન ગત વર્ષે થયા હતા. આ લગ્ન પ્રસંગમાં ડૉ. કે. સી. પટેલ અને તેમનો પરિવાર ગયો ન હતો. આ સંદર્ભે ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું કે, મે લગ્નના દિવસે પણ ભાઇને ફોન કરી આમંત્રણ આપ્યું હતું કે, આવો આપણે સાથે જમીએ, પરંતુ તેઓ આવ્યા ન હતા. ભત્રીજાએ પણ પિતાનું નામ લઇ નહીં આવવાનું જણાવ્યું હતું. સામાજીક રીતે પણ તેઓ જુદા થઇ ગયા છે. 



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OswPo6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages