(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.25 માર્ચ 2019,સોમવાર
થાણે પશ્ચિમના ખોપટ વિસ્તારમાં ટુ વ્હીલર ભારે વાહનની અડફેટે આવતાં ૨૭ વર્ષના યુવકનું મૃત્યુ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. કૃણાલ ગોડબોલે પોતાના બાઇક પરથી જોરદાર પટકાયો હતો અને ભારે વાહન તેની પરથી ફરી વળ્યું હતું.
ખોપટ વિસ્તારમાં રવિવારે રાતના સાડા અગિયાર વાગ્યે આ બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(ટીએમસી)નું રિજનલ ડિસાસ્ટર મેનેજમેન્ટ સેલ અને રાબોડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરડીએમસીના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે અમે ચાલકને ઓળખી કાઢ્યો છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FrZaXK
No comments:
Post a Comment