- કલીન એર એક્શન પ્લાન માટેની કામગીરી થશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાની આજની સ્થૈાયી સમિતિની બેઠકમાં એજન્ડાના કામો સાથે 300 કરોડથી વધુની કિંમતના વધારાના કામો મંજુર કરી દેવામાં આવ્યા છે. શાસકો દ્વારા વધારાના કામો એક સાથે મંજુર કરી દેતાં આગામી નજીકના દિવસોમાં લોકસભાની ચુંટણી જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા મોટા કામો મંજુર કરવા માટેની ઉતાવળ જ નજીકના દિવસોમાં આચાર સંહિતા લાગુ પડી શકે તેવા સંકેત આપી રહ્યાં છે.
સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની બેઠકમાં ગઈકાલે ટેન્ડર સ્ક્રુટીની કમિટિમાં મંજુર થયેલા વેડ વરિવાય બ્રિજ તથા સિધ્ધાર્થનગર રેલ્વે ઓવર બ્રિજ સાથે સાથે વરાછા ઝોન લક્ષ્મણ નગરથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની ખાડીમાં રીમોેલીંગ અને રીસ્ટ્રચરીંગ વીથ વ્હીકલ ટ્રેક માટે બોકસ ડ્રેઈન બનાવવા માટેની કામગીરીની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.
આ ઉપરાંત શહેરના સૌથી વ્યસ્ત એવા તાપી નદીને જોડતાં સરદાર બ્રિજના અઠવાલાઈન્સ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગની કામગીરીની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી છે. આજની સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર એજન્ડામાં સુરત શહેરમાં વધતી જતી વાયુ પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો કરવા માટે ક્લીન એર એક્સન પ્લાન વિકસાવવા માટેની કામગીરી કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત લાલ દરવાજા ખાતે પાણીની ટાંકી બનાવવા માટેની દરખાસ્ત પર પણ મંજુરીની મ્હોર લાગી ગઈ છે.
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં એક સાથે વધારાના 300 કરોડથી વધુના કામો મંજૂર કરી દેવાતાં હવે નજીકના દિવસોમાં જ લોકસભાની ચુંટણીની જાહેરાત થાય અને આચાર સંહિતા લાગી જાય તેવી અટકળ તેજ થઈ ગઈ છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EkPvSe
No comments:
Post a Comment