ભુજ, શનિવાર
એક જમાનો હતો જયારે માનવીને ટી.બી. થતો ત્યારે તેનો ક્ષય નક્કી હતો. પરંતુ મેડીકલ સાયન્સે તબક્કાવાર તરક્કી કરતા જર્મન વૈજ્ઞાનિક રોબર્ટ કોચે જાહેર કર્યુ કે, માઈકો બેકટેરિયમ ટયુબરકયુલોસીસ નામક બેકટેરિયાથી ક્ષયનો ફેલાવો થાય છે. ત્યારબાદ નાબુદી માટે વિશ્વ વ્યાપી ઝુંબેશ શરૃ થઈ. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) તો ૨૦૩૦ સુધીમાં આ રોગને વિશ્વવટો આપી દેવાની નેમ વ્યકત કરી જયારે ભારતે તો ઈ.સ.૨૦૨૫માં સુધીમાં દેશમાંથી દુર કરવા કમર કસી છે. પરિણામે, હોસ્પીટલને આ ક્ષેત્રે તમામ સગવડો આપવામાં આવી છે.
ભુજમાં અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પીટલમાં ટી.બી.ના ગળફાની ચકાસણી તાથા સામાન્ય અને પરંપરાંગત સારવાર ઉપરાંત આધુનિક પધૃધતિ અપનાવવામાં આવી રહી છે. જેમાં, સૌ પ્રાથમ ટી.બી.ના ચોક્કસ નિદાન અને અસરકારક દવા માટે સીબીએનએએટી(કારટ્રીઝ બેઝડ ન્યુકિલયર એસીડ એમ્પેલીફીકેશન ટેસ્ટ) ઉપલબૃધ બનાવાઈ છે. આ ઉપરાંત અધ્યતન સુવિાધા જેવી કે, દુરબીનાથી ક્ષયનું નિદાન કરવા બ્રોન્કોસ્કોપી યંત્ર આ હોસ્પીટલમાં પ્રાપ્ય બનાવવામાં આવ્યુ છે.બ્રોન્કોસ્કોપી દ્વારા ટી.બી.ના શંકાસ્પદ કેસ સિવાય આ સાધનાથી બીજા રોગના નિદાન પણ શકય બને છે તેમ ક્ષય વિભાગના ડો.ચંદ્રશેખર પુરોહિતે જણાવ્યુ હતુ.
આસી. પ્રોફેસર ડો.કલ્પેશ પટેલના જણાવ્યાનુસાર દવાઓની આડઅસર, સંપૂર્ણ સારવાર, નિદાનની સુવિાધા અને નવી ટીબી.ના બેડાકવીલીન નામની દવા જે માત્ર સરકાર દ્વારા જ વિતરણ કરવામા ંઆવે છે. જે કચ્છમાં ઉપલબૃધ છે જો કે તે દવા માત્ર લાગુ પડતા અને જરૃરીયાતમંદ દર્દીને જ આપવામાં આવે છે. અગાઉ આ દવા માટે દર્દીને પાટણ મોકલવામાં આવતા હતા.એટલુ જ નહિં શરીરના કોઈ પણ ભાગના ટીબીની તપાસ માટે અધ્યતન સાધનો અને તજજ્ઞાોની ટીમ ભુજ ખાતે હોસ્પીટલમાં ઉપલબૃધ છે.
જો કોઈને બે અઠવાડીયાથી વધુ ઉાધરસ, થાક, તાવ જણાય તો ટી.બી.ની ચકાસણી કરાવી લેવી હિતાવહ છે. આમ, પુરી સાવચેતી અને અગમચેતી રાખવામાં આવે અને પુરતી સારવાર તાથા છ મહિનાનો કોર્ષ વ્યવસિૃથતપણે થાય તો આ રોગ નાબુદ કરી શકાય. આ પ્રકારે લોકોમાં ટી.બી. સામે જાગૃતિ ફેલાવવા ૨૪ મી માર્ચના દિવસે વિશ્વ આરોગ્ય સંસૃથા દ્વારા વિશ્વ ક્ષય દિવસ ઉજવાય છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSQzjB
No comments:
Post a Comment