કંગના રનૌત જયલલિતાની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

કંગના રનૌત જયલલિતાની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવશે

(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ, તા. તા.23 માર્ચ 2019,શનિવાર

બોલીવૂડ ક્વિન કંગના રનૌતની ઐતિહાસિક ફિલ્મ 'મણિકર્ણિકા'એ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં કંગનાના અભિનયના વખાણ થયા હતા. હવે કંગના તમિલનાડુની બૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાની છે. 

પોતાના જન્મદિને કંગનાએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, તે અભિનેત્રીથી રાજકારણી બનેલી જયલલિતાની બાયોપિકમાં કામ કરવાની છે. આ ફિલ્મનું નામ તમિલમાં ' થલાઇવી અને હિંદીમાં 'જયા' હશે. બન્ને ભાષાઓમાં બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન વિજય કરશે.

જેણે આ પેલા સાઉથની હિટ ફિલ્મોનું સર્જન કર્યું છે.  જયલલિતાની બાયોપિકમાં કંગનાને લેવા માટે વિજયે જણાવ્યું હતુ ંકે, '' જયલલિતા આપણા દેશની લોકપ્રિય અને દિગ્ગજ નેતા હતી. તેના જીવન પર ફિલ્મ બનાવવી એ મોટી જવાબદારી જેવું કામ છે. 

તેથી અમે અણારું આ કામ પૂર્ણ પ્રમાણિકતાથી થાય તેવા પ્રયાસ કરી રહ્યા છીએ. મને ભારતની સૌથી ટેલન્ટેડ એકટ્રેસ કંગના રનૌત આ ફિલ્મ સાથે જોડાઇ તેનો ગર્વ છે.''

આ ફિલ્મને 'બાહુબલી' ફિલ્મની સ્ટોરી લખનાર કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ લખશે. કંગનાએ આ ફિલ્મ બાબત જણાવ્યું હતું કે, '' જયલલિતા આપણા દેશની એક સફળ મહિલા રાજકારણી હતી. તે પોતાના સમયની સુપરસ્ટાર પણ હતી. ફિલ્મોમાં કામ કર્યા બાદ તે રાજકારણમાં આવી હતી. તેની પર બનેલી ફિલ્મથી જોડાવાથી હું હકીકતમાં સ્વયંને સમ્માનિત કરી રહી છું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WmrB06

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages