(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 માર્ચ 2019,શનિવાર
સારા અલી ખાને ફિલ્મ 'કેદારનાથ' ફિલ્મથી સુશાંત સિંહ રાજપૂત સાથે બોલીવૂડમાં કારકિર્દી શરૃ કરી હતી. ત્યારથી બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઇગઇ હતી. બન્ને બોલીવૂડ તેમજ તેમના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. જાન્યુઆરીમાં તો એવી પણ વાત ચગી હતી કે બન્ને ડેટિંગ કરતા હતા.
રિપોર્ટના અનુસાર, હવે સુશાંત સિંહ રાજપૂતે સારાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી છે. તેણે પોતાના તમામ મેસેજ ડિલીટ કરી નાખ્યા છે.જોકે સારા તેને ફોલો કરી રહી છે. સુશાંતે આમ કર્યાની કોઇ સ્પષ્ટતા કરી નથી. તેથી લોકો જાતજાતની અટકળ બાંધી રહ્યા છે.
લોકોના અનુસાર સારાની માતા અમૃતા સિંહ સારા અને સુશાંતની મિત્રતાથી નારાજ હતી. તેથી સુશાંતે સારાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બીજા વાત એવી પણ છે કે, સારા અને કાર્તિક આર્યનની દોસ્તી હાલ વધી રહી છે. તેમજ સારાએ કાર્તિક ગમતો હોવાનું પણ એક ચેટ શો દરમિયાન જણાવ્યું હતું.
રિપોર્ટના અનુસાર સારા અને સુશાંતના સંબંધો ઘણા સારા હતા. સુશાંતની જાન્યુઆરીમાં જન્મદિન નિમિત્તે સારાએ પોતાની દહેરાદૂનની ટ્રીપ કેન્સલ કરી હતી. સારા મોડી રાતના સુશાંતને ત્યાં કેક લઇને ગઇ હતી. જોકે બન્ને જણા મિત્રો હોવાનો જ દાવો કરતા હતા.
હવે સુશાંતે સોશિયલ મીડિયા પર સારાને અનફોલો કરી છે પરંતુ સારા તેને ફોલો કરી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HO45ox
No comments:
Post a Comment