લોકસભાના ગુજરાતના 25 ઉમેદવારોના નામો અંગે ભારે સસ્પેન્સ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 25 March 2019

લોકસભાના ગુજરાતના 25 ઉમેદવારોના નામો અંગે ભારે સસ્પેન્સ

ગાંધીનગર, તા. 23 માર્ચ 2019 શનિવાર

23મી એપ્રિલે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. બે દિવસ પહેલા અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ બાકીના 25 અંગે હજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ગુજરાતના ટોચના નેતાઓએ સંભવિત ઉમેદવારોની પેનલ તૈયાર કરીને હાઈ કમાન્ડને આપી દીધી છે, પરંતુ ચારથી પાંચ બેઠકો અંગે હાઈ કમાન્ડ પણ ખૂબ જ ગડમથલ અનુભવી રહ્યું છે તેમજ તે અંગેનો નિર્ણય લઇ શકાતો નથી. 28 માર્ચથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે અને 4થી એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.

ગુજરાત ભાજપના સંભવિત ઉમેદવારો નામોની જાહેરાત ક્યારે થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ભાજપ માટે જે બેઠકો પડકાર જનક અને માથાકૂટ વાળી છે. તેમાં પોરબંદર અમરેલી જૂનાગઢ મહેસાણા સાબરકાંઠા અને પંચમહાલ મુખ્ય છે.

તબિયતના કારણોથી વિઠ્ઠલ રાદડિયા આ વખતે પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવા નથી તેમના પુત્રને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડે એવું ભાજપ હાઈકમાન્ડ ઈચ્છી રહ્યું છે પરંતુ જ ખુદ જયેશને લોકસભાની ચૂંટણી લડવામાં જરા પણ રસ નથી.

તેઓએ હાઇકમાન્ડને પોતાની સહમતી આપી નથી એટલું નહીં તે હોય છે કે પોરબંદર બેઠક પરથી તેમના પિતા વિઠ્ઠલ ભાઈને બદલે હવે તેમના નાના ભાઇ લલિતને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતારવો જોઈએ. ઉપરાંત બનાસકાંઠા પરથી હાલના સાંસદ હરિભાઈ ચૌધરીનું નામ સીબીઆઈના લાંચકાંડમાં બહાર આવ્યું હતું. જેને કારણે પણ ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે.

પાટણ બેઠક પરથી કેબીનેટ મંત્રી દિલીપ ઠાકોર તેમજ પૂર્વ મંત્રી શંકર ચૌધરીને લડાવવા માટેની વિચારણા પણ ચાલી રહી છે. ઉપરાંત પાણી પુરવઠા મંત્રી પરબત પટેલને પણ ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પરથી ચૂંટણી લડાવવાની વાત છે.

દરમિયાનમાં આજે ચોથો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને ગાંધીનગરમાં સચિવાલયની ઓફિસો બંધ છે. આમ છતાં ભાજપના કાર્યકરો અને આગેવાનો તેમજ સંભવિત ઉમેદવારો ગુજરાતની 25 બેઠકોની જાહેરાત થશે. તેની રાહ જોઈને બેઠા છે સુત્રો જણાવે છે કે આજે મોડી સાંજે પણ ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. જોકે હજુ તમામ 25 બેઠકો પર મળશે. તે નક્કી નથી અને સસ્પેન્સ યથાવત રહ્યું છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UTcpHf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages